ભાવનગર જિલ્લામાં આજે કેસ ન આવતા રાહત

138

જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૩ પર પોહચીઅત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓના અવસાન થયા
ભાવનગર જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ ન નોંધાતા રાહત થઈ હતી, શહેરમાં એક કોરોના પોઝિટિવ દર્દી રહ્યા અને ગ્રામ્યમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓ રહ્યા છે. રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો, જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર મહા પાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૬૦ કેસ પૈકી હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.