ટાટાએ ૧૮ હજાર કરોડની બોલી લગાવી એર ઈન્ડિયા ખરીદી લીધી

235

૬૮ વર્ષ બાદ સરકાર દ્વારા ટાટાને એરલાઈન્સનું ફરીથી સુકાન આપવામાં આવ્યું
ન્યુ દિલ્હી,તા.૮
એર ઇન્ડિયાના ખાનગીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેવાળામાં પહોચી ગયેલી ઇન્ડિયન એરલાઈન્સ એટલે કે એર ઇન્ડિયાને હવે તેના નવા સુકાની મળી ગયા છે. સરકાર સતત એર ઇન્ડિયાને વેચવાની કોશિશ કરતુ હતું અને હવે તેમાં સફળ નિવડ્યું છે. ૬૮ વર્ષ બાદ સરકાર દ્વારા તાતાને એરલાઈન્સનું ફરીથી સુકાન આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા એર ઇન્ડિયાની બોલી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને વિજેતાની જાહેરાત કરી દીધી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા સ્પેસિફેક અલ્ટરનેટિવ મિકેનિઝમ પેનલે એર ઇન્ડિયાની નાણાંકીય બોલી પર નિર્ણય લીધો હતો. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓ સામેલ છે. દીપમના સચિવે તુહીન કાન્તેય પાંડેએ કહ્યું, ઘણીવાર બોલી માટે અરજી મંગાવવામાં આવી હતી પરંતુ ફાઈનલી સપ્ટેમ્બરમાં બે બીડરના નામ ફાઈનલ થયા હતા. એર ઇન્ડીયાના દરેક કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમને આ અંગેની કોઈ જ અસર નહિએર ઇન્ડિયા માટે તાતા ગ્રુપ અને સ્પાઈસજેટના અજય સિંહ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. એર ઇન્ડિયા માટે પેનલે તાતા ગ્રુપની પસંદગી કરવામાં આવી છે. ડિસેમ્બર સુધી તાતાને તેનો માલિકી હક બની શકે છે. વર્ષ ૧૯૩૨માં તાતા એરલાઈન્સની સ્થાપના કરવામાં આવી હતી. હવે ૬૮ વર્ષ બાદ તાતાએ એર ઇન્ડિયા માટે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની બોલી લગાવી ખરીદી લીધું છે. એર ઇન્ડિયા ૬૮ વર્ષ પછી તાતા ગ્રુપ પાસે પરત આવતા રતન તાતા દ્વારા ટ્‌વીટ કરવામાં આવ્યું હતું અને તેમણે લખ્યું હતું, ” વેલકમબેક એર ઇન્ડિયા’ એર ઇન્ડિયાને વર્ષ ૧૯૩૨માં તાતા ગ્રુપ દ્વારા શરુ કરવામાં આવી હતી ત્યારે તેનું નામ તાતા એર સર્વિસ રાખવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, તાતા ગ્રુપના ફાઉન્ડર જે.આર.ડી. તાતા પોતે એક પાયલટ હતા. ૧૯૩૮ સુધી કંપનીએ ડોમેસ્ટિક ઉડાનો ભરવાનું શરુ કરી દીધું હતું. બીજા વિશ્વ યુદ્ધ બાદ સરકારી કંપનીમાં તબદીલ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ સરકારે એર ઇન્ડીયામાં ૪૯ ટકા શેરની ખરીદી કરી હતી.

Previous articleઘોની-યુવરાજ સહિત ૧૫ ક્રિકેટર્સે ફિલ્મોમાં કામ કર્યું
Next articleસુરક્ષા નહીં અપાય તો શિખ કર્મચારીઓ કામ નહીં કરે