ભાવનગર જન આશીર્વાદ યાત્રામાં માનવ મહેરામણ

692

૨૦૦ કાર ચાલકો, ૧૦૦૦ બાઈક ચાલકો સહિત ૨ હજારથી વધુ લોકો જોડાયા
રાજ્યના શિક્ષણ કેબિનેટ મંત્રી પદે પ્રથમ વખત માદરે વતન આવેલાં નવનિયુક્ત મત્રી જીતુ વાઘાણીએ ભાવનગર શહેરના પ્રવેશદ્વાર સમાં નારી ચોકડી ખાતે આવી શિશુ ઝુકાવીને ભાવેણાંની ધરતીને નમન કર્યું હતું. ભાવનગર શહેર કક્ષાની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાના પ્રારંભે શહેર ભાજપ સંગઠને સાફા પહેરેલી બહેનો મારફતે મંત્રી વાઘાણીનું અભિવાદન કર્યું હતું. આ તકે,સંતો મહંતોએ ખાસ ઉપસ્થિત રહી નવનિયુક્ત મંત્રીને આશીર્વચન પાઠવ્યા હતા. જન આશીર્વાદ યાત્રામાં કેબિનેટ મંત્રી સાથે કેન્દ્રીય મંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સહિતના સ્થાનિક ભાજપના આગેવાનો જોડાયા હતા.
જયારે, યાત્રામાં ૨૦૦થી વધુ કાર તથા ૧૦૦૦થી વધુ બાઈકસવારો સાથે વિશાળ સંખ્યામાં કાર્યકરો અને નગરજનો જોડાયા હતા. યાત્રાને લઈ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત માદરે વતન આવેલાં મંત્રી વાઘાણીની યાત્રાના સમગ્ર રૂટ પર ક્રમશઃ ર્૨ંર્ંથી વધુ કાર અને ર્૧ંર્ં૦થી વધુ બાઈકસવારો જોડાયા હતા. મારૂતી ઇમ્પેક્ષ હીરા ઉધોગના સુરેશભાઈ ભોજપરા એ ૫૦૦ જેટલા રત્નકલાકારોના સમુહ સાથે જીતુભાઈનું સમાયું કરવા પોહચ્યા હતા. કુલ ૨ હજાર વધુ માનવ મહેરામણ ઉમટયું હતું, જોકે સરકાર દ્વારા શેરી ગરબામાં સરકાર દ્વારા ૪૦૦ લોકો ને મંજુરી આપવામાં આવી છે. શહેરના રાજમાર્ગો પર નિકળેલી અંદાજે ૮ કિમી લાંબી આ યાત્રા તથા નવનિયુક્ત મંત્રી વાઘાણીનું રૂટ પર વિવિધ સ્થળે સ્ટેજ પર વિવિધ જ્ઞાતિના આગેવાનો, ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક આગેવાનો દ્વારા બહુમાન અને અભિવાદન કરાયું હતું.

Previous articleભારતીય વાયુસેનાના સ્થાપના દિવસ પર રાષ્ટ્રપતિ -પ્રધાનમંત્રીએ શુભેચ્છા પાઠવી
Next article“ગુલાબ” અને “શાહીન” બાદ હવે “જવાદ” વાવાઝોડાનો રાજ્ય પર તોળાતો ખતરો