શહેરની જર્જરીત થયેલી મુખ્ય શાકમાર્કેટ રીપેર કરવા માંગ

732

ભાવનગર મહાપાલિકાના પૂર્વ નગરસેવક તથા આર.એસ.એસ.નાં સ્વયંસેવક મહેશભાઈ આડવાણી એક યાદી દ્વારા જણાવે છે કે ભાવનગર શહેરમાં આવેલ ગંગાજળીયા તળાવની પાસે મુખ્ય શાકમાર્કેટ આવેલ છે જે હાલ અત્યંત જર્જરીત હાલતમાં છે તેને રીપેર કરાવવા ૨૦૧૧ થી સતત લેખીત / મૌખીક રજુઆત કરતો આવ્યો છું , અગાઉ સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય તરીકે પણ અમોએ સુચવેલ અને આ અંગે તાત્કાલીક પગલા લેવા માટે તત્કાલીન પદાધિકારીઓનું પણ ધ્યાન દોરેલ પરંતુ ખુબ દુઃખ સાથે કહેવુ પડે છે કે આજ સુધી આ બાબતે કોઈ જ કાર્યવાહી થઈ નથી . થોડા દિવસો પહેલા ભારેથી અતિભારે વરસાદનાં કારણે શાકમાર્કેટમાં અંદર ખુબ જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વિજવાયરીંગ જર્જરીત થઈ જવાથી શોર્ટ – સર્કીટ થવાની પણ શકયતાઓ રહેલી છે આ બાબતે સ્થાનીક વેપારીઓ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવે છે અને અત્રેની શાકમાર્કેટ શહેરની મધ્યસ્થમાં આવેલી હોય જયાં દિવસ દરમ્યાન અંદાજીત ૨૫ થી ૩૦ હજાર લોકો આવતા હોય , આ શાકમાર્કેટ રીપેર કરવાની ખાસ જરૂરીયાત છે તો આ અંગે આપને તાકીદ કરી જણાવીએ છીએ કે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધીમાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો નજીકનાં સમયમાં જો કોઈપણ જાનહાની થશે તો તેની જવાબદારી આપની અને તંત્રની રહેશે તો આ અંગે તાત્કાલીક સ્થળ તપાસ કરી જરૂરી રીપેરીંગ કરાવવા અથવા જરૂર જણાયે આધુનીક ઢબે નવી શાકમાર્કેટ તૈયાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભા.જ.પા.નાં માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાવનગર મહાપાલિકાનાં કમિશ્નરન પત્ર પાઠવી ભારપૂર્વક રજઆત કરેલ છે .