ત્રીજા નોરતે શેરી-સોસાયટીની સાથે સંસ્થાઓ દ્વારા રાસ ગરબાની જમાવટ

242

માં આદ્યશક્તિની ભક્તિ અને આરાદના સાથે ખેલૈયાઓનું માનિતુ પર્વ નવરાત્રીનો ઉત્સાહભેર પ્રારંભ થયો લાંબા સમયથી તહેવારની ઉજવણી કરવા તેમજ રાસ-ગરબા રમવાથી વંચિત રહેલા ખેલૈયાઓ આ વખતે સરકાર દ્વારા મંજુરી અપાતા ખુશ થયા છે સરકાર દ્વારા પ્રોફેશનલ ગરબાને મંજુરી ન આપી પરંતુ સોસાયટીઓ, શેરીઓ-મહોલ્લા તેમજ નાના જાહેર આયોજન માટે મંજુરી અપાતા ભાવનગર શહેર-જિલ્લામાં શેરીઓની સાથે સોસાયટીઓ, ફલેટ-કોમ્પલેક્ષમાં પણ આ વખતે રાસ-ગરબા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુભાષનગર ખાતે હીંદુ યુવા સંગઠન દ્વારા બહેનો માટેનાં રાસ ગરબાને કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેમાં સ્થાનિક બહેનો રાસ-ગરબા રમવા આવી રહી છે. આ ઉપરાંત વડવા પાનવાડી લીમડીચોક ખાતે પણ વિસ્તાર પુરતુ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જ્યારે સરકારી મેડીકલ કોલેજ ખાતે પણ રાસ-ગરબા કાર્યક્રમ યોજાયેલ જેમાં ભાવિ તબીબ ભાઈઓ બહેનો તેમજ આમંત્રીત ડોકટરો સહિત ટ્રેડીશ્નલ વસ્ત્રો સાથે ઓરકેસ્ટ્રાનાં સથવારે રાસ-ગરબે રમ્યા હતા આમ શહેરમાં શેરી ગરબાએ આ વખતે આકર્ષણ જમાવ્યુ છે.