ભાવનગરમાં SOGની ટીમે પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડ્યો

571

આરોપી બુટલેગર પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો પોલીસે બાતમીના આધારે માર્કેટિંગ યાર્ડ પાસેથી ઝડપી લીધો
ભાવનગરમાં દેશી-વિદેશી દારૂનો ગેરકાયદે વેપલો કરતા શખ્સ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ આરોપી બુટલેગર પોલીસને ચકમો આપી નાસતો ફરતો હોય આ બુટલેગરને SOGની ટીમે શહેરના માર્કેટિંગ યાર્ડ પાસેથી ઝડપી લીધો હતો. આ સમગ્ર બનાવ અંગે સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસ કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા સિંહા કોલોની સ્થિત દેવીપૂજક વાસમાં રહેતો બાલો ઉર્ફે કાનો રામા મેર ઉ.વ.56 વિરુદ્ધ ડી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ્ હેઠળ ગુનો નોંધાયો હતો. જેના વિરુદ્ધ ધડપકડ વોરંટ ઈસ્યુ થવા છતાં બુટલેગર હાજર થતો ન હોય અને સતત પોતાના છુપાવાના ઠેકાણા બદલતો રહેતો હોય આ શખ્સ શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે હોવાની બાતમી એસઓજીની ટીમને મળતા ટીમે ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી હતી. તેમજ ડી ડીવીઝન પોલીસને સોપી આગળની તપાસ ડી ડીવીઝન પોલીસને સોંપી હતી.