ભાવનગર શહેરમાં આઠમાં નોરતા એ શેરી ગરબામાં રોનક જોવા મળી, ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી

582

પ્રાચીન ઢબે તબલા-મંજીરાના તાલે ખેલૈયાઓ ઝૂમ્યા
નવલા નોરતાનો તહેવાર હવે સમાપન તરફ આગળ વધી રહ્યો છે તેને લઈ શેરી ગરબામાં ખેલૈયાઓ રાસ ની રમઝટ બોલાવી હતી, નવલા નોરતાના આઠમાં દિવસે શહેરના શેરી ગરબામાં ખેલૈયાઓ મન મૂકી રાસની રમઝટ બોલાવતા જોવા મળી રહ્યા છે, સોસાયટીઓ, શેરીઓમાં નાના-મોટા આયોજનોમાંએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે શેરી સોસાયટીઓ સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે,

શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલ દાદાસાહેબ પાસે ખોડીયાર યુવક મંડળ, બારસો મહાદેવ વાડી ભાવનગર દ્વારા છેલ્લા 70 વર્ષથી પરંપરાગત અર્વાચીન ગરબા બેહનો ગરબે ઘૂમ્યા હતા, ખાસ તો મંડળ દ્વારા ગરબા મુખેથી ગાઈને જુનવાણી તબલા-મંજીરા થી ગરબા યોજવામાં આવે છે, જેમાં આજુબાજુ શેરીઓની બેહનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી,

શહેરના આનંદનગર પાસે આવેલ મ્યુ.ક્વાર્ટર બહુચરમાતા ના મંદિરે આઝદ મિત્ર મંડળ દ્વારા ગરબાનું છેલ્લા 40 વર્ષથી વધુ અવિરત બેહનો માટે ના ગરબા નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં માતાજીના ગરબી વચ્ચે રાખી તેના ફરતે બેહનો દ્વારા ગરબે ઘૂમ્યા હતા, જેમાં આજુબાજુના શેરીઓના બેહનો રાસની રમઝટ બોલાવે છે આમ, નવરાત્રિ પુરી થવા ના આડે બે દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવવામાં મસ્ત બન્યા હતા. શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલ થાપનાથ મહાદેવ મંદિર પાસે બોરતળાવ મહાકાળી મિત્ર મંડળ દ્વારા છેલ્લા 35 વર્ષથી શેરી ગરબા નું આયોજન કરવામાં આવે છે. જેમાં આજે નવલા નોરતાના સાતમાં દિવસે બેહનો રાસ ની રમઝટ બોલાવી હતી. સોસાયટીના ભાઈઓ-બેહનો એ ટ્રેડિશનલ ટ્રેસમાં અવનવાં સ્ટેપ રમ્યા હતા. મંડળના સભ્યોએ સારી જહેમત ઉઠાવી ને આ આયોજન ને સફળ બનાવ્યો હતો. આમ શહેરમાં આવેલ શેરી ગરબાઓનું ખાસુ મહત્વ વધ્યું છે જેને કારણે પરંપરાગત નવરાત્રિ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે આમ, નવરાત્રિ પુરી થવાને માત્ર બે દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ મન મૂકી ને રાસની રમઝટ બોલાવી હતી.