ફરીથી વધ્યુ કોરોનાનુ જોખમ, ૨૪ કલાકમાં ૧૮૯૮૭ નવા દર્દી, ૨૪૬ લોકોના મોત

245

નવીદિલ્હી,તા.૧૪
કોરોના વાયરસના દૈનિક કેસો અને મોતની સંખ્યામાં સતત બીજા દિવસે વધારો થયો છે અને નવા દર્દીઓની સંખ્યા ૧૮ હજારથી ઉપર નોંધવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનના વાયરસના ૧૮૯૮૭ નવા કેસ મળ્યા છે જ્યારે ૨૪૬ લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના ૧૯૮૦૮ દર્દી રિકવર થયા છે. આ નવા આંકડા સાથે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને ૩,૪૦,૨૦,૭૩૦ અને મૃતકોની સંખ્યા ૪,૫૧,૪૩૫ થઈ ગઈ છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા એક દિવસની અંદર કોરોના વાયરસના કેસોમાં સીધો ૨૦ ટકાનો વધારો થયો છે. જો કે, દૈનિક કેસોમાં વધારા છતાં રાહતની એક વાત એ છે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશભરમાં કોરોના વાયરસથી ૩,૩૩,૬૨,૭૦૯ દર્દી રિકવર થઈ ચૂક્યા છે.વળી, રિકવરી રેટ વધવાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે અને હાલમાં આ આંકડો ઘટીને ૨,૦૬,૫૮૬ થઈ ગયો છે. આ ઉપરાંત દેશભરમાં ચાલી રહેલ રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો કુલ ૯૬,૮૨,૨૦,૯૯૭ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આમાંથી ૩૫,૬૬,૩૪૭ રસી છેલ્લા ૨૪ કલાકમાં લગાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના દૈનિક કેસો હજુ પણ કેરળમાં સૌથી વધુ છે. કેરળમાં છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના ૧૧૦૭૯ કેસ મળ્યા છે. કેરળ ઉપરાંત જે ચાર રાજ્યોમાં કોરોના વાયરસના સૌથી વધુ દર્દી મળ્યા છે, તેમાં મહારાષ્ટ્ર(૨૨૧૯ કેસ), તમિલનાડુ(૧૨૮૦ કેસ), મિઝોરમ(૧૦૨૮ કેસ) અને પશ્ચિમ બંગાળ(૭૭૧ કેસ) શામેલ છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં કોરોના વાયરસના કારણે ૧૨૩ લોકોના મોત થયા છે.

Previous articleપાકિસ્તાન નહીં સુધરે તો ફરીવાર સર્જિકલ સ્ટ્રાઈક કરાશે : અમિત શાહ
Next articleવાયુસેનાની તાકાત વધી, ૩ રાફેલ જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા