પેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગાડા રેલી

2099
bvn252018-10.jpg

પેટ્રોલ-ડિઝલના બેફામ ભાવવધારાના વિરોધ કરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બળદગાડા, ઉંટગાડી, ઘોડાગાડી, સાયકલ સહિત વાહનો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જાડાયા હતા અને શહેરના વિવિધ માર્ગો પર ફરી પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો વિરોધ કર્યો હતો. 
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ અને ઓઈલના ભાવ ઘટી રહ્યાં હોય તે સમયે ભાજપ શાસનમાં ડિઝલ અને પેટ્રોલના ભાવ કુદકે અને ભુસકે વધી રહ્યાં છે અને સમગ્ર દેશની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો વિરોધ કરવા કોંગ્રેસ દ્વારા આજે ભાવનગર શહેરમાં બળદગાડા સાથેની રેલી કાઢવામાં આવી હતી. જેમાં ઘોડાગાડી, ઉંટગાડી, સાયકલ સહિતના પેટ્રોલ વિનાના વાહનોમાં કોંગી આગેવાનો જાડાયા હતા.
આ અંગે શહેર પ્રમુખ રાજેશ જાશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દિન-પ્રતિદિન પેટ્રોલના ભાવમાં વધારો કરી પ્રજાને લૂંટીને પેટ્રોલીયમ કંપનીઓને ફાયદો કરાવી રહ્યાં છે. જેના કારણે ગરીબી, બેકારી અને મોંઘવારીએ માજા મુકી છે અને જનતા વધુને વધુ ગરીબ થઈ રહી છે. 
આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ રાજેશ જાશી ઉપરાંત જિ.પં. પ્રમુખ સંજયસિંહ સરવૈયા, વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ઘોઘા તા.પં. ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ, પ્રદેશ યુવા મહામંત્રી લાલભા ગોહિલ, કલ્પેશ મણીયાર, કાળુભાઈ બેલીમ તેમજ મહિલા, એનએસયુઆઈ, વિચારમંચ, આઈટી સેલ, લઘુમતી સેલ સહિતના હોદ્દેદારો, નગરસેવકો અને કાર્યકરો મોટીસંખ્યામાં જાડાયા હતા.

Previous articleતળાજાના પાવઠી ગામે રહેણાંકી મકાનમાં મોડીરાત્રે લાગેલી આગ ઃ માતા-પુત્રના મોત
Next articleસીટુ દ્વારા શ્રમજીવી દિવસની ઉજવણી