તળાજાના પાવઠી ગામે રહેણાંકી મકાનમાં મોડીરાત્રે લાગેલી આગ ઃ માતા-પુત્રના મોત

1290
bvn252018-7.jpg

તળાજા તાલુકાના પાવઠી ગામે ગત મોડીરાત્રે એક રહેણાંકી મકાનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠતા એક જ પરિવારના પાંચ વ્યÂક્તઓ આગની લપેટમાં આવી જતા માતા-પુત્રના દાઝી જવાથી મોત નિપજ્યા હતા. જ્યારે બે પુત્રો તથા તેના પિતા ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક હેઠળના પાવઠી ગામે રહેતા શ્રમજીવી ભુપતભાઈ ચીથરભાઈ સોલંકી ગતરાત્રિના સમયે સમગ્ર પરિવાર રાત્રિ ભોજન લઈ પોતાના રૂમમાં ગાઢ નિંદ્રામાં હતા તે વેળા મોડીરાત્રે કોઈ અકળ કારણોસર આગ ભભૂકી ઉઠતા આ આગમાં ભુપતભાઈ ચિથરભાઈ સોલંકી, તેના પત્ની વર્ષાબેન ભુપતભાઈ, પુત્ર હિતેષ ઉ.વ.૯, રોનક ઉ.વ.૯ તથા ભાર્ગવ ઉ.વ.૧૩ આગની લપેટમાં સપડાતા તમામ ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા. જેમાં વર્ષાબેન અને હિતેષના મોત નિપજ્યા હતા.
જ્યારે ભુપતભાઈ, રોનક તથા ભાર્ગવને સારવાર અર્થે પ્રથમ તળાજા રેફરલ હોÂસ્પટલ બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી. હોÂસ્પટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ આગની જાણ ગ્રામજનોને તથા તળાજા ફાયરબ્રિગેડને થતાં ગ્રામજનોએ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે આગને પાણીનો મારો ચલાવી બુઝાવી હતી. આ અંગે દાઠા પોલીસે તપાસ હાથ ધરી છે. જા કે આગની ઘટનામાં નુકશાની તથા આગ લાગવાનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.

Previous articleપાલીતાણાના પીપરડી ગામે પતિ-પત્નીએ ફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી
Next articleપેટ્રોલ-ડિઝલના ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગાડા રેલી