જિલ્લા હોમગાર્ડઝ કચેરી, ભાવનગર ખાતે વિજયા દશમી પર્વ નિમીતે શસ્ત્ર પૂજન વિધી કાર્યક્રમ

367

ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી, પાનવાડી, ભાવનગર ખાતે ૧૫મી ઓકટોમ્બર ૨૦૨૧ને શુક્રવાર વિજયા દશમીનાં પર્વ નિમીતે હોમગાર્ડઝ દળનાં “શસ્ત્ર પૂજન” કાર્યક્રમનું આયોજન જિલ્લા કમાંન્ડન્ટ શ્રી એસ.પી.સરવૈયાનાં માર્ગદશન હેઠળ યોજવામાં આવેલ. આ ક્રાર્યક્રમમાં શિક્ષણ સમિતીનાં ચેરમેન શ્રી શિશિર ત્રિવેદી તથા નરેશભાઇ શાહ તથા કપીલભાઇ દવે તથા શ્રી ખોડીયાર મંદિરનાં સંચાલક શ્રી ઘનશ્યામસિંહ જાડેજા દ્રારા વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવેલ. આ પૂજન પ્લાટુન સાર્જન્ટ શ્રી હિતેષભાઇ ભટ્ટ દ્રારા પૂજન વિધિ કરાવામાં આવેલ. આ શસ્ત્ર પૂજન વિધી કાર્યક્રમાં સ્ટાફ ઓફિસર જન સંર્પક શ્રી નિતીનભાઇ ગોહેલ તથા સ્ટાફ ઓફિસર તાલીમ શ્રી લાલજીભાઇ કોરડીયા તથા ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટનાં અધિકારી ગણ તથા ૨૫૦ જેટલા જવાનો અને મહિલાઓ દ્રારા શસ્ત્ર પૂજન વિધી કરવામાં આવેલ. તેમજ હોમગાર્ડઝ દળમાં ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્ર વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. અસત્ય પર સત્યના વિજય, અન્યાય પર ન્યાયનાં વિજય અને અધર્મ પર ધર્મનાં વિજય સમાન આ પર્વ જીવનમાં શીખવે છે કે તમારી પાસે માથા (સંખ્યા) કેટલી છે એ અગત્યનું નથી. પરંતુ તમારો માર્ગ કયો છે (સત્ય કે અસત્યનો) એ અગત્યનું છે તમારો માર્ગ જો સત્યનો હશે તો ભલે તમે સંખ્યા બળમાં ઓછા જરૂર હશો પણ વહેલા કે મોડા વિજય તમારો જ છે એ પ્રભુ રામ કહી રહ્યા છે