શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે ભાવનગર ફુટબોલ ફેસ્ટીવલનો પ્રારંભ

1706
bvn1452017-8.jpg

ભાવનગર શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે ભાવનગર ફુટબોલ ફેસ્ટીવલનો પ્રારંભ થયો હતો. એશિયન ફુટબોલ કોન્ડ્રી ફેડરેશન પ્રેરિત આ ફુટબોલ ફેસ્ટીવલનો પ્રારંભ સાંસદ ડો.ભારતીબેન શિયાળના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી, ડો.ધીરૂભાઈ શિયાળ, ચિંતન વાઘાણી, મનન વાઘાણી તથા ગાંધીનગર   બીએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ જે.સી. ગીલ ઉપસ્થિત રહ્યાં હતા. ભાવનગર ડીસ્ટ્રીક્ટ ફુટબોલ એસોસીએશન દ્વારા આયોજીત આ ફેસ્ટીવલમાં જુદી-જુદી કેટેગરીના ૮૦ જેટલી ટીમો ભાગ લઈ રહી છે. તા.૧૩ થી ૧પ મે દરમ્યાન યોજાનાર આ ફેસ્ટીવલમાં કુલ પ૬૦ જેટલા ખેલાડીઓ તેમનું કૌશલ્ય બતાવશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેસ્ટીવલનો સમય સવારે ૭ થી ૧૦ અને સાંજે ૪ થી ૧ર કલાક સુધી યોજાનાર છે.
 

Previous articleબોરતળાવ મફતનગરના રહેણાંકી મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
Next articleર૭ મેના રોજ દહેજથી લીંકસ્૫ાન આવશે