બોરતળાવ મફતનગરના રહેણાંકી મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું

1671
bvn1452017-2.jpg

ભાવનગર શહેરના બોરતળાવ મફતનગરના રહેણાંકી મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી રાહે બોરતળાવ પોલીસના ડી-સ્ટાફે રેડ કરતા ૧પ ગેમ્બલરોને ૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.
બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. જી.આર. રબારીને ચોક્કસ બાતમી મળેલ કે, બોરતળાવ મફતનગરમાં રહેતા વલ્લભભાઈ કવાભાઈ મેરના રહેણાંકી મકાનને બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમાડી પોતાના અંગત લાભ માટે રમાડતો હોય જેથી ડીસ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાનું જુગારધારાનું ખાસ વોરંટ મેળવી રેડ કરતા ઘરમાંથી કિશોરભાઈ જયસુખભાઈ સોલંકી ઉ.વ.ર૧ રહે.હાદાનગર, વિરમદેવસિંહ મંગળસિંહ સરવૈયા ઉ.વ.રપ, રહે.બોરતળાવ મફતનગર, અશોકભાઈ પોપટભાઈ મકવાણા ઉ.વ.૩૦ રહે.બોરતળાવ મફતનગર, મુકેશભાઈ રવજીભાઈ ચૌહાણ ઉ.વ.૩૦, રહે.બોરતળાવ, મફતનગર, રાજેશભાઈ ડાયાભાઈ ચીતડીયા ઉ.વ.ર૪,  રહે.સિન્હા કોલોની, સવજીભાઈ ધનજીભાઈ ચાવડા ઉ.વ.૬ર રહે. સોડવદરા, નીતીનભાઈ પ્રભુભાઈ મકવાણા ઉ.વ.૩૦ રહે.હાદાનગર, કલ્પેશભાઈ કરમશીભાઈ ડાભી ઉ.વ.૩૦ રહે.હાદાનગર, સરતાનભાઈ દેવજીભાઈ જાંબુકીયા ઉ.વ.૪૦ રહે.સાંગાસર તા.ધોળકા જી.અમદાવાદ, વજુભાઈ નાથાભાઈ ખસીયા ઉ.વ.૪પ રહે.બોરતળાવ, મફતનગર, દિનેશભાઈ વિરસંગભાઈ અડાણીયા ઉ.વ.૪૦ રહે.બોરતળાવ, મફતગનર, યાસીનભાઈ હનીફભાઈ સમા રહે.સિન્હા કોલોની, જયંતિભાઈ બાલભાઈ વઢીયારા ઉ.વ.૩૦, રહે.મીલની ચાલી, રજનીશભાઈ રમણભાઈ ડાભી ઉ.વ.૪૦ રહે.બોરતળાવ, મફતનગર, વલ્લભભાઈ કવાભાઈ મેર ઉ.વ.૪૦ રહે.બોરતળાવ મફતનગર, ભાવનગર મળી કુલ ૧પ ઈસમોને ઝડપી લીધા છે.
ઈસમો પાસેથી રોકડા રૂપિયા ૬૯,૬૦૦ તથા મોબાઈલ નંગ-૧પ કિ.રૂા.૩૦,પ૦૦ કુલ કિ.રૂા.૧,૦૦,૧૦૦ના મુદ્દામાલ સાથે જુગારધારા કલમ ૪, પ મુજબ ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં ડીસ્ટાફ પો.સબ ઈન્સ. પી.એ. જાડેજા, એએસઆઈ વાય.એસ. ગોહિલ, એએસઆઈ આર.કે. ગોહિલ, હેડ કોન્સ. ડી.સી. સાંકળીયા, હેડ કોન્સ. એમ.સી. ગોહિલ, પો.કોન્સ. દશરથસિંહ ગોહિલ, પો. કોન્સ. પી.ડી. ગોહિલ, પો.કોન્સ. અબ્દુલભાઈ શેખ જોડાયા હતા.