બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ ભુલકાઓ માટે કર્યુ પ્રેરણાદાયી સત્કાર્ય

995
bvn1452017-9.jpg

ભારત દેશનું ઉજળું ભાવી આજનું બાળક છે પરંતુ સમય, સંજોગની વિષમ સ્થિતિને લઈ સેંકડો ભુલકાઓનું મહામુલુ બાળપણ દોઝખ ગરીબીને લઈને ખીલ્યા પૂર્વે જ મુરજાઈ જાય છે. આવી સ્થિતિમાં પણ સાંપ્રત સમાજમાં કેટલાક વિરલ વ્યક્તિઓ એવા પણ છે કે જેઓ યોગ્ય સમયે બાળકોની કપરી પરિસ્થિતિમાં વહારે આવે છે અને કુદરતે પ્રદાન કરેલી મહામૂલી બક્ષીસ મુળ સ્વરૂપે ઉપલબ્ધ કરાવે છે.
શહેરની આવી જ એક જાણીતી સંસ્થાએ સમાજ નવરચના સાથે સમાજ સેવા ઈચ્છુકોને સમય, સત્તા અને સંપત્તિનો સદ્દઉપયોગ કઈ રીતે કરી શકાય તેવો સુંદર રાહ ચિંધ્યો છે. જે અંગે વધુ જાણીએ તો ‘બચપન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા શહેરના વિવિધ પછાત વિસ્તારમાં રહેતા અને માવતર-વાલીઓની અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિને લઈને એક ટાઈમનું ભોજન-કપડા પણ સરળતાથી મળી નથી શક્તા. એવા ૧રપ બાળ દેવોને એકત્રિત કરી સૌપ્રથમ તેઓને નવા વસ્ત્રો, ચોકલેટ આપી બાદમાં ભોજન કરાવી હાલ ચાલી રહેલ લોકપ્રિય ચલચિત્ર બાહુબલીનો શો થીયેટરમાં લઈ જઈ ભુલકાઓને દર્શાવી હતી અને એક ખુશીનો દિવસ પસાર કરાવ્યો હતો.