ભાવનગર મંડળે મંડળ ઉપભોક્તા સલાહકાર સમિતિની સાથે બેઠકનું આયોજન કર્યું

630

ભાવનગર,તા.૧૬
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર મંડળ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ અને મંડળ રેલવે મેનેજર મનોજ ગોયલે માનનીય સભ્યોને મંડલની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી. સમિતિના સચિવ અને વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું. પ્રસંગે ઉપસ્થિત સભ્યોમાંથી કિરણ ગાંધીને ક્ષેત્રિય ઉપભોક્તા સલાહકાર સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેઓ ભાવનગરથી નામાંકિત છે. ગોયલે કિરણ ગાંધીને નવા ઢઇેંઝ્રઝ્ર સભ્યની પસંદગી માટે પ્રસંગે અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન, સમિતિના સભ્યોએ પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધાઓ આપવા માટે તેમના સૂચનો આપ્યા. ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી અને રેલવેની આવક વધારવા માટે તેમના સલાહ આપવા વિનંતી કરી.આ સભામાં માનનીય સભ્યોમાં કિશોર ભટ્ટ, શિલ્પાબેન દવે, સંજય પુરોહિત, ભરતભાઈ વડોદરિયા, પ્રવિણસિંહ ઝાલા, શામજીભાઈ મકવાણા, આદિત્યરાજ ઝાલા, ભરતસિંહ કોટિલા, કિરણ ગાંધી, રાજેન્દ્ર પારેખ, પ્રકાશભાઈ બોસમીયા, ધીરુભાઈ ધંધુકીયા, મહેન્દ્ર શાહ અને યશપાલસિંહ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલા અને વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠક દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.