ભાલવાવમાં શિક્ષકની વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા

647

ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં વેળાવદર ગામનાં મે. ટ્રસ્ટી, શિક્ષણવિદ, કેળવણીકાર, પત્રકાર, લેખક, તંત્રી, સંપાદક એવા તખુભાઈ સાંડસુરના ૬૧ મા જન્મદિવસને “શિક્ષક ભાવ વંદના દિવસ” તરીકે ૧૧ ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ મનાવવાનું નક્કી થયેલ. તે અંતર્ગત તેમના દ્વારા આ દિવસે રાજ્યનાં કુલ ૬૧ શ્રેષ્ઠ શિક્ષકોની પીઠ થપથપાવી સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણ સાથે સંકળાયેલા અને શિક્ષણમાં વિશિષ્ટ કામગીરી થકી યોગદાન આપી રહેલાં શિક્ષણનાં તમામ ક્ષેત્રોમાંથી એક પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ તારીખ ૧૧-૧૦-૨૦૨૧ ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર તાલુકાનાં પરવડી, પાટણ-ઉત્તર ગુજરાત અને ભરૂચ એમ ત્રણ સ્થળ પરથી યોજાયેલ. જેમાં અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાનાં ભાલવાવનાં શિક્ષકા બહેનશ્રી સોલંકી દર્શનાબેન કાંતિલાલ ની વિશિષ્ટ કામગીરી અને અનેરી સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તે બદલ શાળા પરિવાર શ્રી ભાલવાવ પ્રાથમિક શાળા ગૌરવ અને હર્ષની લાગણી અનુભવે છે. આજની શિક્ષણ વ્યવસ્થા મુજબનું બાળકેન્દ્રી શિક્ષણ અને અવનવા પ્રયોગો થકી ઉમદા શિક્ષણ કરનારની સરાહના કરીને સારસ્વત પ્રતિભાનું બહુમાન કરેલ છે.