હાદાનગરમાં બગીચો બનાવવા સામે સ્થાનિક દ્વારા વિરોધ…!

357

ગાર્ડન બનાવ્યે આવારાતત્વોને મોકળુ મેદાન મળી જાશેઃસ્થાનિક રહેવાસીઓ
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં બગીચો બનાવવાની તજવીજ બીએમસી દ્વારા તજવીજ હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા આ ઉદ્યન નિર્માણ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ પ્લોટ જેતે સ્થિતિમાં પડતર રાખવા માંગ કરી છે. શહેરના પરા વિસ્તારમાં હાદાનગર માં સ્નેહમિલન સોસાયટી આવેલી છે આ સોસાયટીના વિશાળ કોમન પ્લોટમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધા અર્થે ગાર્ડન નિર્માણ નો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે જરૂરી પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવતા આ વિસ્તારનાં લોકો દ્વારા બગીચો બનાવવા સામે વાંધો ઉઠાવ્યો છે અને અહીં રહેતા લોકો ઈચ્છે છે કે આ પ્લોટ ને જેતે સ્થિતિમાં યથાવત રાખવામાં આવે ગાર્ડન નિર્માણ અંગે લોકો જણાવે છે જો બગીચો બનશે તો અસમાજીક તત્વોને મોકળું મેદાન મળી જશે અને પડ્યાં પાથર્યા અહીં જ રહેશે અહીં કન્યાશાળા આવેલી હોવા ઉપરાંત સ્થાનિક મહિલાઓ-યુવતીઓ ની સલામતી પણ બાગ નિર્માણ થયે જોખમાઈ શકે છે ભૂતકાળમાં અહીં હત્યા જેવાં ગંભીર અપરાધો ની ઘટના ઘટી ચૂકી છે ત્યારે અહીં ગાર્ડન બનાવવું ઉચિત નથી તેમજ આસપાસ ના રહીશો ના બાળકો જાહેર રજા તથા વેકેશન ના સમયમાં આ પ્લોટમાં ક્રિકેટ મેચ રમતાં હોય જો ગાર્ડન બનાવવામાં આવશે તો બાળકો માટે એકમાત્ર મેદાન પણ છીનવાઈ જશે આથી અહીં કોઈ પણ પ્રકારની સુવિધા ઉભી કરવાને બદલે આ પ્લોટ યથા સ્થિતિમાં અકબંધ રાખવા માંગ કરી છે.

Previous article“આઝાદી કા અમૃત્ત મહોત્સવ” અંતર્ગત ભાવનગર મહાપાલિકા કક્ષાની અંડર-૧૯ શાળાકીય રમતોત્સવ ૨૦૨૧-૨૨ યોજાયો
Next articleભાવનગરની ન.પ્રા. શિક્ષણ સમિતિની શાળા નં ૬૨માં ઘો. ૧ થી ૫ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દેવાતા સવાલો ઉઠ્‌યાં