ભાવનગર જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાંથી રાજ્ય સરકારે બાદબાકી કરી હોવાનો ઘોઘા તાલુકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો

169

રાજ્ય સરકારનું ભાવનગર જિલ્લા સાથે ઓરમાયું વર્તન
ભાવનગર જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાંથી બાદબાકી કરી જિલ્લાના ખેડૂતો સાથે ગુજરાત સરકારે અન્યાય કર્યો હોવાનો ઘોઘા તાલુકાના પૂર્વ પ્રમુખે આક્ષેપ કર્યો છે. તેમજ તેઓએ જણાવ્યું કે, ભાવનગર જિલ્લાના ખેડૂતોને કુદરતી આફત “તાઉતે” વાવાઝોડામાં ખૂબ મોટી નુકસાની સહન કર્યા બાદ સતત 40 થી 45 દિવસ વરસાદ નહિ પડતા ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ જતા બીજી વાર વાવણી કરવાની ફરજ પડી હતી. ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું કે, સતત વરસાદ પડતાં ખેડૂતોને થોડી ઘણી ઉત્પાદનની આશા હતી. તેની પર પાણી ફરી વળ્યું ઉપરથી રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ જાહેર કરવામાંથી જિલ્લાની બાદબાકી કરાતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને સરકારે પડ્યા પર પાટુ મારી ખેડૂતોની દયનિય સ્થિતિની મજાક કરી છે. ત્યારે મારી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારને વિન્નતી છે કે ભાવનગર જિલ્લાને પણ અતિવૃષ્ટિ જાહેર કરી ખેડૂતોની વેદનાને વાચા આપે. સાથે સરકારમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કક્ષાના મંત્રી આર.સી.મકવાણાને પણ રજૂઆત કરી ખેડૂતોને થયેલા અન્યાય સામે સરકારમાં રજૂઆત કરી પ્રજાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની ફરજ નિભાવે તેવી માંગ કરી છે.

Previous articleબે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકી ને આજીવન કેદની સજા
Next articleએસ.ટી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીને લઈ ભાવનગર એસ.ટી ડિવીઝનના 1500થી વધુ ડ્રાઈવર-કંન્ડકટર સામુહિક માસ સીએલ પર ઉતરી જશે