બે વર્ષ પુર્વે સગા માસુમ ભત્રીજાને ઘોઘા ના દરિયામાં ડુબાડી હત્યા કરનાર કાકી ને આજીવન કેદની સજા

9
ફાઈલ તસ્વીર

આરોપી મહિલા કોર્ટમાં હાજર ન હોય અદાલતે વીડીયો કોન્ફરન્સ થી સજા સંભળાવી.
ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણી એ સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો ગ્રાહય રાખી.

ભાવનગર તાઃ ૨૦
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના શીશુવિહાર ઈબ્રાહીમ મસ્જીદ પાસે થી એક મહિલાએ ઘરકંકાસની દાઝ રાખી સગા અઢી વર્ષના માસુમ ભત્રીજાનું રીક્ષામાં અપહરણ કરી ઘોઘા દરિયાકાંઠે લઇ જઇ બાળકને દરિયામાં ડુબાડી દઇ મોતને ઘાટ ઉતારી હત્યા કરી નાખી હતી. આ અંગેનો કેસ આજરોજ અત્રેની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપી મહિલા સામે હત્યાનો ગુનો સાબિત માની આજીવન કેદની સજા ફટકારી હતી. આ કામના આરોપી રીઝવાનાબેન રીયાઝભાઈ કીથીવાલા ઉ.વ.૨૭ રહે.પ્લોટ નં.૪૧/૧/સી.શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસે,ભાવનગર તથા આ કામના ફરીયાદી ઈબ્રાહીમભાઈ રજાકભાઈ કાથીવાલા રહે.પ્લોટ નં.૪૫૧/સી, શીશુવિહાર ઇબ્રાહીમ મસ્જીદ પાસે,ભાવનગર આરોપીના સગા જેઠ ની પત્નિ બંન્ને સગા દેરાણી-જેથાણી થતા હોય અને તેઓને ઘરકામ કરવા બાબતે ઝધડાઓ થતા હોય અને તા૧૯/૦૯/૨૦૧૯ ના રોજ પણ બંન્ને વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેની દાઝ રાખી ફરીયાદી ના માસુમ દીકરા મહમદ ઉ.વ.સવા બે વર્ષ પોતાના ઘર પાસે થી આરોપી મહિલાએ ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી રીક્ષામાં ઘોઘા મોટા પીરની દરગાહ પાસે દરિયાકાંઠે લઇ જઇ દરિયામાં નાખી દઇ ડુબાડી દઇ મોત નીપજાવી હત્યા કરી હતી. જે તે સમયે આ બનાવ અંગે ફરીયદી ઇબ્રાહીમભાઈ રજાકભાઈ કાથીવાલા એ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઈ કાથીવાલા સામે ઈપીકો કલમ ૩૦૨,૩૬૪, મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડિસ્ટ્રીક્ટ અન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણી ની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલ,આધાર,પુરાવા,સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપી મહિલા રીઝવાનાબેન રીયાઝભાઈ કાથીવાલા સામે ઈપીકો કલમ૩૦૨ મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકરીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા ઈપીકો કલમ ૩૬૪ મુજબના શીક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો. આરોપી મહિલા નામદાર કોર્ટમાં હાજર ન હોય વિડીયો કોન્ફરન્સ થી અદાલતે સજા સંભળાવેલ છે.