ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ લગભગ બે કરોડ રૂપિયાના ખર્ચે, વિભાવરીબેન દવેની વિકાસની ગાડી પૂરપાટ દોડી

9

વિભાવરીબેન દવે નો નવતર પ્રયોગ કાર્યક્રમમાં લોકોના અભિપ્રાય લીધા અને ઘોઘાસર્કલના નગરસેવકો પંકજસિંહ ગોહિલ અને કુલદીપ ભાઈ પંડ્યા માટે લોકોએ શબ્દોથી પુષ્પવર્ષા કરી
આજે સુવિધા ટાઉનશીપથી હરીરામનગર ૧, ૨, જગન્નાથપાર્ક ૧, ૨, સુમન ટાઉનશિપ થઈ હમીરજી પાર્ક સુધીનો ૬૨ લાખ રૂપિયાના ખર્ચે પેવર રોડ નું ખાતમુર્હત અને હમીરજી પાર્ક ની પાછળ નો માનસશાંતિ ને ટચ થતો ૩૯ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રોડનું લોકાર્પણ.. તેમજ અકવાડા ગામ નો ધોરીનસ જેવો મુખ્ય રોડ ૨૩ લાખ રૂપિયાના ખર્ચે આર.સી.સી.રોડ કરવાનું ખાતમુહૂર્ત અને બળવંતરાય, ગીતાનગર, હરી દર્શન, સોમેશ્વરનગર, ચામુંડાનગર અને સોમનાથનગર ના એમ કુલ સાત રસ્તા જેનો અંદાજે રૂ બે કરોડના રોડ જે અગાઉ બની ગયા છે તેનું લોકાર્પણ ધારાસભ્ય વિભાવરીબેન દવેનાં હસ્તે મેસી કીર્તિબેન દાણીધારીયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ નેતા બુધાભાઈ નગરસેવકો પંકજસિંહ ગોહિલ, કુલદીપભાઈ પંડ્યા, મૃદુલાબેન પરમાર, લીલાબેન ગોહેલ, સુરેશભાઈ માંગુકિયા ની હાજરીમાં રાકેશભાઈ અજવાળીયા, દેવાભાઈ પાટી, ગોવિંદભાઈ આલ, પૂર્વ સરપંચ હિંમતભાઈ વિગેરે કાર્યકર્તાઓની જહેમતથી પૂર્ણ થયેલું છે…