વિડીયો પર ટિપ્પણી થતાં ભડકી મલાઈકા

2

મુંબઈ, તા.૨૧
મલાઈકા વધુ એક વખત ટ્રોલ્સનો શિકાર બની છે. અને આ વખતે પોસ્ટ ઉપર ગંદી કોમેન્ટ્‌સને કારણે ભડકેલી મલાઈકાએ ઈન્સ્ટાગ્રામનું કોમેન્ટ સેક્શન જ બંધ કરી દીધું હતું. બન્યું એવું કે, સોમવારે મલાઈકા અરોરાએ પોતાના યોગા ટીચર સર્વેશ શશિ સાથેનો ડાન્સનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયો મલાઈકાના ફેન્સને ગમ્યો હતો, પણ અનેક યુઝર્સે આ વિડીયોને લઈને મલાઈકાને બરાબરની ટ્રોલ કરી હતી. અને તેની પોસ્ટ પર લોકોએ ’બુઢ્ઢી’ ’ઓલ્ડ લેડી’ ’વલ્ગર’ જેવી કોમેન્ટ્‌સ કરી હતી. ટ્રોલ્સના નિશાને આવ્યા બાદ મલાઈકા અરોરા ભડકી ઉઠી હતી, અને તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ વિડીયોની કોમેન્ટ બંધ કરી દીધી હતી. મલાઈકાના આ વિડીયોને બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા સહિત ૩ લાખ લોકોએ લાઈક આપી હતી. પણ મલાઈકાએ કોમેન્ટ સેક્શન જ બંધ કરી દેતાં હાલ આ વિડીયોમાં એક પણ કોમેન્ટ જોવા મળી રહી નથી. મલાઈકાએ વિડીયો પોસ્ટ કરતાની સાથે લોકોને ડાન્સ કરવા માટે કહ્યું હતું અને સાથે જ લોકોને તેમના ડાન્સનો વિડીયો પોસ્ટ કરવા માટેનું પણ કહ્યું હતું. તેણે વિડીયોના કેપ્શનમાં લખ્યું હતું કે, તમામ લોકોને ગુડ મોર્નિંગ, આજે થોડા હળવા થઈ જઈએ. હું માનું છું કે શ્વાસથી આપણે બધા એક યોગી છીએ અને દીલથી એક ડાન્સર. #MalaikasMoveOfTheWeek એ એટલા માટે મજેદાર નથી કે, તે માત્ર ડાન્સ છે, પણ તમે તમારા પોતાના મુવ્સ જાતે બનાવશો એટલાં માટે તે મજેદાર રહેશે. તમારું સોંગ પસંદ કરો, અને મને અને @sarvayogastudios ટેગ કરીને તમારા મુવ્સ સેન્ડ કરો. તેણે પોતાના કેપ્શનમાં તેના પાર્ટનર અને ભાઈ સર્વેશ શશિને પણ ટેગ કર્યો હતો. વિડીયોમાં મલાઈકા કો-ઓર્ડ સેટમાં ડ્રેસ થયેલી જોવા મળે છે. ફ્લેર્ડ પેન્ટ્‌સની સાથે તેણે હાઈ રાઈઝ વ્હાઈટ સ્નિકર્સ પહેર્યાં છે, અને તેણે વાળ ખુલ્લા રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ અનેક વખત મલાઈકા ટ્રોલ્સના નિશાને આવી ચૂકી છે, તેમ છતાં તેમના પર ધ્યાન આપીને મલાઈકા એક્ટિવલી પોસ્ટ કરે રાખે છે.