સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ભાજપની કવાયત, ભાવનગરમાં પ્રશિક્ષણ વર્ગ યોજાયો

123

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, પૂર્વ શિક્ષણ મંત્રી, ધારાસભ્ય, પ્રદેશ ઉપપ્રમુખ સહિત પાર્ટીના નિષ્ણાંત વક્તાઓએ પ્રશિક્ષણ પૂરું પાડ્યું
રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી રહ્યા પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય શિક્ષણ વિભાગ દ્વારા ભાવનગર મહાનગરનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ પાલીતાણાના હાડેચા નગર જૈન ભુવન ખાતે સંપન્ન થયો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના નિષ્ણાંત વક્તાઓ દ્વારા શહેરના અપેક્ષિત કાર્યકર્તાઓ, કોર્પોરેટરો સંગઠનન અપેક્ષિત હોદ્દેદારો તેમજ કાર્યકરોને શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસ, 19 ઓક્ટોબરે અમોહભાઈ શાહ દ્વારા પહેલા સત્રમાં ભાજપના ઇતિહાસ અને વિકાસ અંગે, બીજા સત્રમાં આપણા વિચાર પરિવાર પર કેતનભાઈ સોજીત્રા અને અશોકસિંહ જાડેજા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ત્રીજા સત્રમાં બદલાયેલ પરિસ્થિતિમાં ભાજપનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપની વિશેષતાની સમજ વિષય વિશે ભાનુબેન બાબરીયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. સત્ર ચારમાં સાત વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અંત્યોદય પ્રયત્ન વિષય પર માધવભાઈ દવે દ્વારા તેમજ સત્ર પાંચમાં આપણી કાર્યપદ્ધતિ સંગઠન સંરચનામાં આપણી ભૂમિકા વિશે પ્રદિપભાઇ ખીમાણી દ્વારા ઉપયોગી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભાવનગરના રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી પણ આ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ વર્ગના ત્રણ દિવસના 15 સત્રોમાં ભાવનગરના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.ભારતીબેન શિયાળ, પૂર્વ શિક્ષણ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા સહિત ડો. ભરતભાઇ કાનબાર, પ્રશાંતભાઈ વાળા, ઉદયભાઈ કાનગડ, મનનભાઈ દાણી, કમલેશભાઈ જોશીપરા, પ્રદીપભાઈ ડવ, કેતનભાઈ સોજીત્રા સહિતના વક્તાઓએ વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. આ ત્રિદિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાને સફળ બનાવવા કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી.

Previous articleયોગા સ્ટેટ ચેમ્પિયનશીપમાં ભાવનગરની 11 વર્ષીય રૂચા ત્રિવેદીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો
Next articleભાવનગરના પશ્ચિમ ઝોનની મહાદેવ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો, મેયર સહિતના હોદેદારો હાજર રહ્યા