સુનિલ ગાવસ્કરના મતે ભારત-પાકિસ્તાન મેચ કેવી રહેશે

2

મુંબઈ, તા.૨૨
ભારતીય ટીમે T20 વર્લ્‌ડ કપમાં પાકિસ્તાનની ટીમ વિરુદ્ધ ૫ મેચ રમી છે જેમાં ભારતીય ટીમે બધી મેચમાં જીત મેળવી છે એ હિસાબે ભારતીય ટીમનું પલડું ભારે છે. તો ્‌૨૦ વર્લ્‌ડ કપ પહેલા થયેલી વોર્મઅપ મેચમાં પણ ભારતીય ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું. વોર્મઅપ મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમો સાથે મેચ રમી અને બંને જ ટીમ સામે જીત મેળવી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગામી ૨૪ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન અને ભારતની ટીમમાંથી કોણ બાજી મારે છે. T20 વર્લ્‌ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ પહેલા એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમમાં ક્રિકેટ વર્લ્‌ડના દિગ્ગજ જોડાયા હતા. ભારતના દિગ્ગજ ખેલાડી સુનિલ ગાવસ્કર અને પાકિસ્તાના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમે અહીં ભારત પાકિસ્તાન મેચ પર વાતચીત કરી હતી.T20 વર્લ્‌ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કેT20 ક્રિકેટમાં કશું જ મુશ્કેલ નથી. ટેસ્ટ મેચમાં તમે કંઇ પણ કહી શકો છો. એવામાં હું કોઈ ટીમને ફેવરિટ નહીં માનુ પરંતુ જે ટીમ પ્રેશર સારી રીતે હેન્ડલ કરશે અને પોતાની ભૂલ પર નિયંત્રણ મેળવશે તે શાનદાર પ્રદર્શન કરશે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વસીમ અકરમે કહ્યું કે ભારતનો ઇતિહાસ ભલે શાનદાર હોય પરંતુ એ દિવસે જે ટીમ સારી રમશે એ જ જીતશે. સુનિલ ગાવસ્કરે કહ્યું કે દરેક વખતે જીવ લગાવીને જીતવાનું નથી હોતું. માઇન્ડ ગેમ રમવી જરૂરી હોય છે. જ્યારે પણ ભારત-પાકિસ્તાન મેચમાં ક્યાંક ટ્‌વીસ્ટ આવ્યું છે તો તે કોઈ પણ તરફ હોય. તે એટલે હોય છે કેમ કે મનનો ઉપયોગ થઈ રહ્યો નથી હોતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચને લઈને સુનિલ ગાવસ્કરે કહ્યું કે જે પણ ટીમ સ્પિન સારું રમશે તે ખૂબ શાનદાર રમશે. પાકિસ્તાન ટીમમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને જોવા પડશે. શાહીન આફ્રિદી જ્યારે ૧૯ કે ૨૦મી ઓવર નાખે છે તો તેના પર ફોકસ કરવું પડશે. મહેન્દ્ર સિંહ ધોનીના એક મેન્ટર તરીકે જવા પર સુનિલ ગાવસ્કરે કહ્યું કે તે ખૂબ જ શાનદાર મૂવ છે પરંતુ અંતે કામ તો ખેલાડીઓએ જ કરવાનું રહેશે. એવામાં ખેલાડી કઈ રીતે પ્રેશર હેન્ડલ કરે છે એ મોટી વસ્તુ થઈ જાય છે. ભારતીય ટીમ સાથે નોકઆઉટ મેચમાં જ્યાં પણ રમ્યા છે ત્યાં પ્લેઇંગ ઇલેવન પસંદ કરવામાં પરેશાની થઈ છે. આ મોટી મેચમાં તમારે પહેલા બેટિંગ પસંદ કરવી જોઈએ જેથી બીજી ટીમ પર સ્કોરનો પ્રેશર હોય પરંતુ એમ ભારતીય ટીમે નથી કર્યું.