સિહોરની સંસ્કૃતિ સ્કુલ દ્વારા યોજાયેલ કલા ઉત્સવમાં ક્રિષા વ્યાસે મેદાન માર્યું

3

સિહોર શહેરની સુપ્રસિદ્વ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં અભ્યાસ કરતાં ધોરણ – ૮ , ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓ એ “આઝાદી કા અમૃત મહોત્સવ” પ્રસંગે આયોજીત કલાઉત્સવ – ૨૦૨૧ માં ભાગ લઈ જીલ્લા કક્ષાએ પસંદગી પામેલ છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીનાં ભાગરૂપે કલાઉત્સવ – ૨૦૨૧ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન ઊડ્ઢઝ્ર , જીફજી અને ક્લસ્ટર કક્ષાએ થયું હતું. જેમાં શાળાની ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વ્યાસ ક્રિશા કૌશિકભાઈ એ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક વિભાગની ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેમજ માધ્યમિક વિભાગમાં ઊડ્ઢઝ્ર કક્ષાની અને જીફજી કક્ષાની સ્પર્ધામાં ધોરણ-૧૦ ની વિદ્યાર્થીની સોલંકી ઝૈનબ ઈસ્માઈલભાઈ એ ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જીલ્લા કક્ષાએ જવા માટે પસંદગી પામેલ છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ-૧૨ નાં વિદ્યાર્થી મકવાણા દિપક રાણાભાઈ એ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જીલ્લા કક્ષાએ જવા માટે પસંદગી પામેલ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓને જીલ્લા કક્ષાની સ્પર્ધામાં જવા માટે સંચાલક, ટ્રસ્ટ્રી પી.કે.મોરડિયા તેમજ શાળા પરીવારના તમામ સભ્યોએ ખુબ-ખુબ શુભકામનાઓ પાઠવી હતી.