ભારત પહેલા બેટિંગ કરતા ૧૭૦ રન બનાવે છે જીતવામાં ખૂબ સરળતા થશે : હરભજન

2

દુબઇ,તા.૨૩
ટી ૨૦ વર્લ્‌ડ કપ પહેલા એક ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમમાં પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ભાગ લીધો હતો. હરભજન સિંહે કહ્યું કે ટી ૨૦ વર્લ્‌ડ કપમાં આ વખતે એ જ ટીમ સારું કરશે જેના સ્પિનર્સ શાનદાર પ્રદર્શન કરશે.યુએઇમા જેવી પીચ છે એ હિસાબે આ સ્પિનર્સ માટે શાનદાર ચાન્સ હશે. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે જણાવ્યું જે જો ભારત પહેલા બેટિંગ કરતા ૧૭૦ રન બનાવે છે તો ભારતીય ટીમને જીતવામાં ખૂબ સરળતા થશે. અબુધાબીની પીચ પર ૧૮૦નો સ્કોર જઈ શકે છે પરંતુ શારજાહની પીચ પર એવું સંભવ નથી,હરભજન સિંહે જણાવ્યું કે જો ભારતીય ટીમ ૧૫૦-૧૬૦ રન પણ બનાવે છે ત્યારે પણ ભારત પાસે એવા બોલર છે જે સ્કોરને બચાવી શકે છે. એવામાં ભારતીય ટીમને હલકામાં લઈ શકાય નહીં. આ વર્લ્‌ડ કપમાં વરુણ ચક્રવર્તી જેવો બોલર ભારતીય ટીમ માટે સૌથી ખાસ રહેવાનો છે. જે પોતાના દમ પર મેચ બદલી દેશે. હરભજન સિંહે જણાવ્યું કે ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમે આ વખતે ઘણા સ્પિનર્સને સિલેક્ટ કર્યા છે. રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી આ વખતે ભારતીય ટીમનો હિસ્સો છે. સાથે જ અક્ષર પટેલના રૂપમાં રિઝર્વ પ્લેયરની લિસ્ટમાં છે.ટી ૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતીય ટીમમાં ખૂબ સંતુલન જોવા મળી રહ્યું છે. તમામ ખેલાડીઓનું ફોર્મ સારું ચાલી રહ્યું છે. વર્લ્‌ડ કપની શરૂઆત પહેલા રમાયેલી બે વોર્મઅપ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી છે.