આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સહકારી સંઘનો સેમિનાર તથા સહકારી મંડળીઓનો અભિવાદન સમારોહ યોજાયો

2

15થી વધુ મંડળીઓના પ્રતિનિધિઓને ફુલહાર, મોમેન્ટો તથા કાયદાનું પુસ્તક આપીને સન્માનિત કરાયા
ભાવનગર જિલ્લા સહકારી સંઘ દ્વારા આજે નારી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા સહકારી સેમિનાર તથા મંડળીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી સેમિનારનું આયોજન તેમજ વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ જિલ્લાની વિવિધ મંડળીઓના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીન, લોકભારતી સણોસરા સંસ્થાના નિયામક અરુણભાઈ દવે,

ભાવનગર દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન મહેન્દ્ર પનોત, ડિસ્ટ્રીકટ બેન્કના ચેરમેન નાનુભાઈ વાઘાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તથા પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ હાજર રહયા હતા. આ સમારોહના પ્રમુખ તરીકે ભાવનગર જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જયવંતસિંહજી જાડેજાએ સ્થાન શોભાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ બારૈયા, માજી ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ, મેહુરભાઈ લવતુકા અને હિરજીભાઈ ભીંગરડીયાએ હાજર રહી 60 વર્ષ-98 વર્ષથી કાર્યરત રહેનાર 15થી વધુ મંડળીઓના પ્રતિનિધિઓને ફુલહાર, મોમેન્ટો તથા કાયદાનું પુસ્તક આપીને સન્માનિત કર્યા હતા. આ સાથે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સહકારી સંઘના સભાસદો તથા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહયા હતા