બ્રિજ નવનિર્માણમાં બાધારૂપ દબાણો હટાવાયા

9

શહેરના બોરતળાવ રોડપર ફલાઈઓવર નવનિર્માણ નું કાર્ય ચાલી રહ્યું હોય રોડની બંને તરફ કોન્ટ્રાક્ટર દ્વારા પતરા મૂકી દેવાયા છે જેને પગલે રોડ સાંકડો થઈ ગયો હોય અને રોડ ની બંને તરફ દબાણો ના કારણે જાહેર યાતાયાત પ્રભાવિત થઈ રહી છે જે અન્વયે ભાવનગર મહાનગરપાલિકા ના દબાણ હટાવ સેલ દ્વારા બોરતળાવ થી આખલોલ જકાતનાકા સુધીનાં રોડપર આવેલ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને અંદાજે એક ટ્રક ભરીને દબાણકર્તા આસામીઓ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.