ગોરકડા કોળી સમાજની બે સગી બહેનો ઈન્ડીયન આર્મીમા સિલેક્ટ

117

બે સગી બહેનોની કે જેમનો દેશ પ્રત્યેનો પ્રેમ અનન્ય છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતી આ બહેનો દિવસે મજૂરી કરી માતાપિતા ને મદદરૂપ બનતી અને રાત્રે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી દેશસેવા માં જવાના સપના સેવતી, અને આખરે તેમની મહેનત રંગ લાવી અને બન્ને બહેનોને દેશસેવા કરવાની તેમને તક મળી છે. ગઢડા તાલુકાના ગોરકડા ગામ ની કોળી સમાજ ની ધરજીયા પરિવાર ની બે સગી બહેનો બોર્ડર સિક્યુરીટી ફોર્સ માં સિલેક્ટ થઇ છે, અને ટ્રેનિંગ મેળવી હાલ ગામમાં પરત આવી છે. ગઢડા તાલુકાના ગોરડકા ગામના પરબતભાઇ ધરજીયા કે જેઓ દિવસે છક્ડો રીક્ષા ચલાવી અને રાત્રે ગ્રામ રક્ષકદળ (ય્ઇડ્ઢ)માં ફરજ બજાવે છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે પરંતું તેની બંને પુત્રીઓ નાની હતી ત્યારથી અભ્યાસ થી લઇને રમત ગમત સહિતની બાબતમાં હોશિયાર અને ચપળ હતી. બંને બહેનોને નાની હતી ત્યારથી તેનામાં દેશ ભાવના અને કંઇક કરવાની લગની લાગેલી હતી. રીક્ષા ચલાવતા હોવા છતાં પોતાની પુત્રીઓ સમાજમાં કંઈક આગવી નામના ઘરાવે અને દેશ સેવા કરે તેવી ઈચ્છા રાખી રહ્યાં હતાં તો બીજી તરફ બંને પુત્રીઓ આર્મીમાં જોઈટ થવાની ઈચ્છા રાખીને સિલેક્શન થાય તે માટે સતત પરિશ્રમ ઉઠાવી રહી હતી દિવસે ઘર કામ અને ખેતર મજૂરી કામ કરતા જઈને પોતાના ખર્ચ કાઢતા અને ઘર પણ ચલાવતા કસરત, દોડ, સહિત પણ જેનો ઈરાદો મજબૂત હોય તેને કુદરત મદદ કરે પછી કોણ અટકાવી શકે આ કથન સત્ય સાબિત થયું અને બંને બહેનો સિલેક્ટ થઈ ગઈ બંને બહેનો આર્મીમાં સિલેક્ટ થઈ હોવાના સમાચાર મળતાં કોળી સમાજ અને પરીવારમાં ખુશી વ્યાપી ગઈ તેની સાથે તેની કોળી જ્ઞાતિ અને સમગ્ર જિલ્લામાં સમાચાર પ્રસરતા વાહ અદભુત એવા શબ્દો લોકોના મુખમાંથી સરી પડ્યા હતા અને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યાં હતાં.

Previous articleમહુવા, જેસર તાલુકામાં માવઠું વરસ્યુંઃ ખળામાં પડેલ પાકને નુકશાન
Next articleભાવસભર ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો