ભાવસભર ભાવનગર મહાનગરપાલિકા કક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

106

રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હેઠળના કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર દ્વારા સંચાલિત મહાનગરપાલિકા કક્ષાનો “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ’ભાવસભર’ ભાવનગર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા, શિશુવિહાર સર્કલ, ભાવનગર ખાતે યોજાયો હતો.. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભાવનગરના મેયર કિર્તિબાળા દાણીધારીયાએ ઉપસ્થિત રહી કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં ભાવનગરના શહેર વિસ્તારમાં આવતી કચેરીઓના અધિકારી તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કલાકૃતિ જેમાં સરસ્વતી વંદના, નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સ-, વંદે માતરમ થીમ પર ગૃપ ડાન્સ- કલાર્પણ ડાન્સ એકેડમી, રાસ -બજરંગ કલાગૃપ, પ્રાચીન ગરબો-કામદારકલા ચેરિટેબલ ટ્રસ્ટ, તલવાર રાસ-જય બહુચરાજી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, કાળાતળાવ, મિશ્ર રાસ -સંસ્કાર ગૃપ, ભાવનગર દ્વારા રજૂ કરવામાં આવી હતી.

Previous articleગોરકડા કોળી સમાજની બે સગી બહેનો ઈન્ડીયન આર્મીમા સિલેક્ટ
Next articleવલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને ગ્રીનસીટી દ્વારા ૧૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ