વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને ગ્રીનસીટી દ્વારા ૧૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ

9

શહેરના એરપોર્ટ રોડ ઉપર ગ્રીનસીટી તથા વલ્લભયુથ ઓર્ગેનાઈઝેશન, ભાવનગરના ઉપક્રમે વલ્લભ કુલભુષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયના વરદ્‌ હસ્તે ૧૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું . પૂજયશ્રીએ તેઓના વકતવ્યમાં જણાવ્યું હતું કે ભારતભરમાં કોઈ વ્યકિત એવી નહીં હોય કે જે દર વર્ષે ૧૫ લાખ જેવી મોટી રકમ વૃક્ષારોપણ માટે ખર્ચ કરતી હોય અને સાથોસાથ મને જાણીને આનંદ થાય છે કે શેઠ બ્રધર્સ પરિવારના દેવેનભાઈ શેઠ ગ્રીનસીટી સંસ્થામાં વૃક્ષારોપણ માટે દર વર્ષે ૧૫ લાખ જેટલું ડોનેશન પણ કરે છે અને પોતાના વ્યસ્ત શીડયુલ વચ્ચે પણ રોજના ૪ થી ૫ કલાક પર્યાવરણ માટે જતન કરવામાં ગાળે છે . દેવેનભાઈ માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ રોજ સવારે ૨ થી ૩ કલાક જાતે વૃક્ષોને પાણી પાવા છોટા હાથી ટેમ્પો લઈને નીકળી પડે છે . આમ તેઓ શારીરીક રીતે પણ પર્યાવરણ માટે શ્રમ કરી રહ્યા છે . ગ્રીનસીટી સંસ્થા દર વર્ષે વૃક્ષારોપણ માટે ૩૦ લાખ જેવી મોટી રકમ ખર્ચ કરે છે . જેમાં દેવેનભાઈ શેઠ દર વર્ષે ૧૫ લાખ જેટલી રકમનું સંસ્થાને ડોનેશન કરે છે . અને બાકીના ૧૫ લાખ જેટલી રકમ પર્યાવરણ પ્રેમી ઉદ્યોગપતિ , વેપારીઓ , ડોકટર્સ તથા વકીલો મારને પ્રાપ્ત થાય છે. તેમણે જણાવેલ કે હવે ભાવનગર ગાય , ગાંડા અને ગાંઠીયા ઉપરતા ” ગ્રીનસીટી તરીકે પણ જાણીતું બની ગયુ છે . જે મીનસીટી સંસ્થાની મહેનતનું પરિણામ છે . દેવેનભાઈ શેઠને તેમના પ્રકૃતિપ્રેમ તથા પર્યાવરણ માટેની તેમની મહેનત અને ગેસને બદારી અભિનંદન પાઠવ્યા હતાં .