અફેરની ચર્ચા વચ્ચે બબીતા અને ટપુની તસવીર વાયરલ

4

મુંબઈ,તા.૨૬
ટીવીના જાણીતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનાદકડના અફેરની ચર્ચા વચ્ચે બંન્નેની એક તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. લોકો તેમની અફેરની ચર્ચાને લઇને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી તસવીરમાં બબીતાએ ટપુનો હાથ પકડ્યો છે અને બંન્ને ખુશખુશાલ લાગી રહ્યા છે. બબીતાએ ઓરેન્જ અને ક્રિમ કલરનો ફ્લોરલ પ્રિન્ટ ટોપ પહેર્યું છે તો ટપુ સફેદ અને ગ્રે કલરની હુડીમાં સ્માર્ટ લાગી રહ્યો છે. લોકો તેમની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છો તો કેટલાક ટ્રોલર્સ બંન્નેને ટ્રોલ કરી રહ્યા છે. જોકે આ પાછળનું સત્ય અલગ જ છે. વાયરલ થઇ રહેલી ટપુ અને બબીતાની તસવીરને ક્રોપ કરવામાં આવી છે. ઓરિજનલ તસવીર ૨૦૧૯ની છે. બબીતા અને ટપુ સેનાના સિંગાપોર ટ્રિપની છે. બબીતાએ જ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર સિંગાપોર ટ્રિપની તસવીરો શેર કરી છે જેમાં બબીતા ટપુ, ગોલી, અને એશાંક મોદી સાથે જોવા મળી રહી છે. નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ મુનમુન તથા રાજે સોશિયલ મીડિયા પર તેમના અફેરની વાતને નકારી કાઢી હતી અને ટ્રોલર્સની ઝાટકણી કાઢી હતી.