ભાવનગરની મંદબુદ્ધિ શાળાના બાળકોએ વિવિધ વસ્તુઓ તૈયારી કરી, દેશ ઉપરાંત વિદેશમાં પણ વસ્તુઓની ડીમાન્ડ

104

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુશોભન માટે બજારમાં અવનવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બની છે. પરંતુ, ભાવનગરની મંદબુદ્ધિ શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામા આવેલી આર્ટ ક્રાફ્ટની વિવિધ વસ્તુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાવનગરમાં મંદબુદ્ધિના બાળકો દ્વારા તૈયાર કરવામા આવેલી આર્ટક્રાફ્ટની વસ્તુઓની દેશ ઉપરાંત વિદેશમાં પણ ડીમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે. અંકુર મંદબુદ્ધિ શાળાના બાળકો દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી તોરણ, મીણબતી, ઝુમ્મર જેવી વસ્તુઓ તૈયાર કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ આ વસ્તુઓનું સંસ્થા પર તો વેચાણ થાય જ છે. પણ સાથે દેશ અને વિદેશમાંથી પણ આ વસ્તુઓની ખરીદી માટે ઓનલાઈન ઓર્ડર મળી રહ્યા છે. શાળાના શિક્ષિકા નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું કે, મંદબુદ્ધિના બાળક યુવાન વયે પહોંચે તે પહેલાં તેને પગભર કરવું જરૂરી છે. આવા બાળકોની ઉંમર વધતા તેના માતાપિતા વૃદ્ધ અને બાદમાં મૃત્યુ પામ્યા બાદ નિરાધાર બનતા હોય છે. સામાન્ય બાળક કેટલાક દિવસોમાં જીવનજરૂરિયાતની ચીજો શીખે છે, ત્યારે આ બાળકો તે પાંચ વર્ષે શીખે છે કેટલાક આવા બાળકો નોકરી કરે છે તેનું કારણ કે તે હંમેશા પ્રામાણિક હોઈ છે. બાળકો એ બનાવેલ વસ્તુઓનું વેચાણ સંસ્થા ખાતે કરીએ છીએ, પણ સાથે સાથે વિદેશમાં પણ કરીએ છીએ, યુએસએ, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા કે જે ભારતની બહાર રહી ને અમારા દીકરા-દીકરીઓની દિવાળી સારી જાયએ માટે ઓનલાઈન ઓડર્સ પણ આવતા હોય છે, ગ્રાહકોને તે ખરીદીને વિશિષ્ટ બાળકોને પ્રોત્સાહિત કરી વસ્તુઓ ખરીદી કરવા આહવાન કરવામાં આવ્યું છે,

Previous articleઉમરાળા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ
Next articleસિદ્ધાર્થ શુક્લાની યાદમાં શહેનાઝે ગીત બનાવ્યું