ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર માતાના મંદિરે વિધાનસભાના અધ્યક્ષે દર્શન કર્યા, મહુવા ખાતે મોરારીબાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ લેશે

5

લોહાણા સમાજ દ્વારા તેમનું સન્માન સમારોહનું આયોજન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ આજે શનિવારે ભાવનગરના પ્રસિદ્ધ રાજપરાના ખોડિયાર મંદિરે શ્રદ્ધાપૂર્વક દર્શન-પૂજા કરી હતી. આજે સાંજે લોહાણા સમાજ દ્વારા તેમનું સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારેલા વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ રાજપરા મંદિરે દર્શન કર્યા હતા. જે બાદ મહુવા ખાતે જવાં રવાના થયાં હતાં. જ્યાં તેઓ મોરારીબાપુ સાથે સત્સંગ કરી આશિર્વાદ લેશે. ત્યારબાદ સાંજે લોહાણા સમાજ દ્વારા તેમનું સન્માન સમારોહ તથા શુભેચ્છાઓ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, શિહોર તાલુકા પ્રમુખ ગેમાભાઇ ડાંગર, ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા, શિહોર મામલતદાર ચૌધરી તથા જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.