ભાવનગરના રમત-ગમતના અધિકારીને શ્રદ્ધાંજલિ રૂપે એક દિવસીય હોકી ટુર્નામેન્ટ યોજાઈ, કુલ 10 ટીમોએ ભાગ લીધો

7

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે ઓપીનિંગ કરાયું
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા રમતગમત અધિકારી અરૂણ ભલાણીની શ્રદ્ધાંજલિનાં ભાગરૂપે અલગ-અલગ જિલ્લાની સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની હોકી ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટનાં ઓપનીંગ સેમિનારમાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહના હસ્તે ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભાવનગર શહેર અને અન્ય જિલ્લાઓમાંથી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. હોકી ટૂર્નામેન્ટમાં ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ, સેન્ટ મેરી સ્કૂલ, ભાવનગર યુનિવર્સિટી, બી.એમ કોમર્સ તેમજ અન્ય જિલ્લાની અમરેલી, લીમંડીની ટીમના 200થી વધુ પ્લેયરોએ ભાગ લીધો હતો.આ હોકી ટુર્નામેન્ટ આયોજનને સફળ બનાવવા હોકીના કોચ વાસુદેવસિંહ જાડેજા અને સિનીયર પ્લેયર રાજપાલ સિંહ જાડેજા, રાજદીપસિંહ ચુડાસમા વગેરે જોડાયા હતા. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ આજે શનિવારે સાંજે રમાશે. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા એજ્યુકેશન ડાયરેક્ટર દિલીપ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, મુળરાજસિંહ ચુડાસમા, અજયસિંહ જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી હોકી પ્લેયરોનો ઉત્સાહ વધાર્યો હતો.