સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ

7

સિહોર ટાઉન પેલેસ ખાતે સિહોર નગરપાલિકા દ્વારા સેવસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ એસ.કે.વ્યાસની હાજરીમાં પીએલવી ટીમ દ્વારા સેવાસેતુ કાર્યક્રમ સ્થળે ખાસ મંડપની વ્યવસ્થા કરી ઉપસ્થિત લોકોને જનજાગૃતિ અર્થે મફત કાનૂની સહાયની માહિતીની પત્રીકા વિતરણ કરવામાં આવેલ આ સેવસેતુ કાર્યક્રમમાં સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા એક મંડપમાં કાનૂની શિબિર અંગે માહિતી પત્રિકા વિતરણ કરવામાં આવેલ જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ,જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાલિયા,પાલિકા પ્રમુખ વી.ડી.નકુમ,નગરસેવકો તેમજ સિહોર મામલતદાર ચૌધરી ચીફ ઓફિસર કે.કે.સોલંકી, સિહોર આરોગ્ય અધિકારી, ફોરેસ્ટ વિભાગ, બેન્કિંગ વિભાગ, મામલતદાર કચેરી કર્મચારીઓ, એડવોકેટ (નોટરી) તેમજ સિહોર ન.પા ટીપી ચેરમેન દિપસંગભાઈ રાઠોડ,તેમજ મોટી સંખ્યામાં આવેલ અરજદારોને પત્રિકા તેમજ કાનૂની માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ
આ કાર્યક્રમમાં સિહોર કોર્ટના સિનિયર પી.એલ.વી.મેમ્બર, સામાજિક કાર્યકર હરીશભાઇ પવાર, આનંદભાઇ રાણા, વિજયભાઈ વ્યાસ દ્વારા સફળતા પૂર્વક કાર્યક્રમ યોજાયો.