ભાવ. રેલવે ડિવિઝનમાં “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત વેબિનારનું આયોજન

100

વેબિનારમાં રેલવેના તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ પણ જોડાયા હતા
ભાવનગર રેલવે ડિવિઝન પર ખાસ કરીને રેલવે કર્મચારીઓમાં પ્રમાણિકતા અને પારદર્શિતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ૨૬ ઓક્ટોબર ૨૦૨૧ થી ૦૧ નવેમ્બર ૨૦૨૧ દરમિયાન “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષના સતર્કતા જાગરૂકતા સપ્તાહની થીમ “સત્યનિષ્ઠા – આત્મનિર્ભર ભારતની કુંજી” છે. “સતર્કતા જાગરૂકતા સપ્તાહ” અંતર્ગત, કાર્મિક વિભાગ દ્વારા ૨૯ ઓક્ટોબર, ૨૦૨૧ (શુક્રવાર) ના રોજ એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલના નેતૃત્વ હેઠળ, સ્ટેશન પર કામ કરતા કર્મચારીઓ સાથે મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લીધો હતો. વેબિનારમાં સતર્કતા સંગઠન અને તેમની કામગીરી અને ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમ અંગે પ્રેઝન્ટેશન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વેબિનારમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતર્કતા સંબંધિત પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી.પશ્ચિમ રેલવે સતર્કતા વિભાગના મુખ્ય સતર્કતા અધિકારી (ઝ્રર્ફં) અજય પ્રધાન અને અપર મુખ્ય સતર્કતા અધિકારી (ડ્ઢઅ ઝ્રર્ફં) વેદપાલ જી ભાવનગર ડિવિઝનમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વેબિનારમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમની કામગીરી દરમિયાન ભૂલો માટે સજાગ રહેવાની પણ ચેતવણી આપી હતી.

Previous articleસિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા માહિતી માર્ગદર્શન તેમજ પત્રિકા વિતરણ
Next articleભાવ. યુનિ.ના ૩૩૧ જેટલા વિદ્યાર્થીઓની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં પસંદગી થઇ