કુડાના દરિયે મિત્રો સાથે ન્હાવા ગયેલ યુવાન ડુબ્યો

916
bvn652018-3.jpg

શહેરના આખલોલ જકાતનાકા પાસે રહેતો યુવાન મિત્રો સાથે કુડાના દરિયે ન્હાવા જતા જ્યાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની જાણ થતા ભાવનગર મરીન પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં યુવાનની શોધખોળની કામગીરી હાથ ધરાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના આખલોલ જકાતનાકા પાસે ઈન્દીરાનગરમાં રહેતા વાહીદભાઈ મજીદભાઈ ખલીફા ઉ.વ.ર૩ જે માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. જે આજરોજ તેમના પાંચ મિત્રો સાથે કુડા દરિયે ફરવા ગયા હતા ત્યાં પાંચેય મિત્રો દરિયામાં ન્હાવા પડતા જેમાં દરિયાના ઉંડા પાણીમાં વાહીદભાઈ ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતા ભાવનગર મરીન પોલીસ અને સ્થાનિક તરવૈયા બનાવસ્થળે દોડી ગયા હતા અને ગુમ થયેલ યુવાન વાહીદભાઈની શોધખોળની કામગીરી શરૂ કરી દીધી હતી. મોડીસાંજ સુધી યુવાનનો કોઈ પત્તો મળ્યો ન હતો.