૩૧ ઓક્ટોબરે કેમ મનાવાય છે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’? જાણો તેનું મહત્વ અને ઈતિહાસ

128

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૪ થી ભારતના લોહ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ. સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકજુથ કરવા માટે ૫૬૨ દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ જ અગત્યની ભુમિકા ભજવી હતી. કરેલા પ્રયાસોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી હતા. સરદાર પટેલના રાષ્ટ્રને એકજૂટ કરવાના પ્રયત્નોનું સમ્માન કરવા માટે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય એકતા કેમ મનાવાય છે? ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. એટલે કે, ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને ભાષાઓ. આથી રાષ્ટ્રની એકતા જાળવી રાખવી ખૂબ જ મહત્વની થઈ જાય છે. આ દિવસ (Rashtriya Ekta Diwas) ભારતીય ઈતિહાસમાં સરદાર પટેલના યોગદાન વિશે જાગૃક્તા ફેલાવવાનો ઉદ્દેશ્ય છે. એકતાની મૃર્તિ ( સ્ટેચ્યુ ઓફ યુનિટી-Statue of Unity) સરદાર વલ્લભભાઇ ૫ટેલની ૧૪૩મી વર્ષ ગાંઠ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યુ. આ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે જેની ઉચાઇ ૧૮૨ મીટર છે.

ભારતના ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) માટે સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય એકતા દિવસ (Rashtriya Ekta Diwas) આપણાં દેશની સહજ શક્તિ, એકતા અને અખંડતા સામેના સંભાવિત સંકટનો સામનો કરવાનો અવસર અને આપણા દેશને સુરક્ષા પ્રદાન કરશે.લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ : સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહિ આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે. સ્વ.વલ્લભભાઈની નેતૃત્વ શક્તિ ગજબની હતી અને એટલે જ તેઓ ભારત અને દુનિયાભરમાં ‘સરદાર’ના હુલામણા નામથી સંબોધાય છે. સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં ૩૧મી ઓક્ટોમ્બર, ૧૮૭૫માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ ૧૯૧૦માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. ૧૯૧૩માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.
– ડૉ સચિન જે પીઠડીયા માંગરોળ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleએમેરિકાના એચ-૧બી વીઝા ભારતીયો માટે વધુ સરળ