ભાવનગરમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે અનેક વિધ કાર્યકમો યોજાયા

11

સરદાર બાગ ખાતે શહેર ભાજપ દ્વારા સુતરની આટી તથા પુષ્પાંજલિ કરાઈ
ભાવનગર શહેરના પિલગાર્ડન ખાતે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે ભાજપ તથા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા મૃત્યુંજય મહામંત્ર પાઠ તથા શાળાના બાળકો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુતરની આટી તથા પુષ્પાંજલિ કરવામાં આવી હતી.

શહેર ભાજપ તથા સરદાર સ્નાતક મિત્ર મંડળ દ્વારા સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે ભારત માતાના સૈનિકોની શહીદી તથા કોવિડ મહામારીમાં સદગત થયેલા આત્માનો મોક્ષથે મૃત્યુંજય મહામંત્ર પાઠ તથા સરદાર ગાર્ડન ખાતે સરદારની પ્રતિમા ને સુતરની આટી તથા પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મેયર કીર્તિબેન દાણીધારીયા, ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, કોર્પોરેટર રાજુભાઈ રાબડીયા તથા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરના સરદારબગ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયન્તિ નિમિતે પિલગાર્ડન ખાતે સરદાર પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ કરી હતી. સાથે જ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમા ખાતે ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર બાગ ખાતે પુષ્પાંજલી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર કૉંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ મહિલા મોરચાના બહેનો હાજર રહ્યા હતા.