ઘોઘાના હાથબ ગામે સસ્તા અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડી મુદ્દામાલ રંગે હાથ ઝડપી લીધો

121

ઘઉં-૫૪૫ કિલો, ચોખા -૩૧૯ કિલો, મીઠું- ૧૩૯ તથા તુવેર દાળ – ૧૧ કિલો સહિત મુદામાલ ઝડપાયો : પુરવઠો જપ્ત કરી શોપ ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબ ગામે રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાંથી રેશનીંગનો જથ્થો વિતરણ કર્યાં વિના બારોબાર પગ કરી જતો હોવાની વ્યાપક ફરિયાદોને પગલે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે રેશનશોપ પર દરોડો પાડ્યો હતો. ટીમે રેશનશોપ ધારક પાસેથી ઘઉં-૫૪૫ કિલો, ચોખા -૩૧૯ કિલો, મીઠું- ૧૩૯ તથા તુવેર દાળ – ૧૧ કિલો સહિત કુલ રૂપિયા ૨૯૬૭નો મુદ્દામાલ માલ સગેવગે કરતાં રંગે હાથ ઝડપી લીધો હતો. જેને લઈ ભારે ચકચાર મચી છે.

ઘોઘાના હાથબ ગામે એક માત્ર રેશનશોપ આવેલી છે. જેમાં રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજ કેરોસીન સહિતનો જથ્થો નિયમ મુજબ વિતરણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રેશનશોપના ધારક દ્વારા રેશનીંગનો જથ્થો પુરતા પ્રમાણમાં વિતરણ ન કરવા સાથે પુરવઠા વિભાગ દ્વારા મોકલવામાં આવતો જથ્થો વિતરણ ન કરી કાળા બજારનો બારોબારનો વહિવટ કરવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો જિલ્લા કલેક્ટર તથા પુરવઠા વિભાગને મળી હતી. આ વ્યાપક ફરિયાદને પગલે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે હાથબ ગામે રેશનશોપની રાહત દરની દુકાને રેડ કરતાં પુરવઠા વિભાગે ફાળવેલા વિવિધ જથ્થાને બારોબાર વેચી મારવા માટે શોપ ધારક દ્વારા વાહન મંગાવી માલ લોડ કરાઈ રહ્યો હતો, બરાબર એજ સમયે ટીમ ત્રાટકી હતી અને પુરવઠો જપ્ત કરી શોપ ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ ભાવનગરના ડીએસઓ ભૂમિકાબેન કારીયા પાસેથી મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલા રેશનશોપમાં ગેરરીતિઓ સાથે કાર્ડ ધારકોને નિયત તથા પુરતાં પુરવઠો ન આપવો અને અનિયમિત રીતે આપવો જેવી અને ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. સમજૂતી કરી બારોબારનો વહિવટ કરી લેતાં હોય જેમાં ઘઉંનો જથ્થો- ૫૪૫ કિલો, ચોખા – ૩૧૯ કિલો, મીઠું – ૧૩૯ કિલો તથા તુવેર દાળ – ૧૧ કિલો સહિત કુલ રૂપિયા ૨૯૬૭નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

Previous articleભાવનગરમાં સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે અનેક વિધ કાર્યકમો યોજાયા
Next articleકાનૂની સાક્ષરતા અને યાત્રીઓના અધિકાર વિશે જાગૃતિ ફેલાવીને આઝાદીના “અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી