ભાવનગર જિલ્લા કચેરીના અધિકારીઓ/ કર્મચારીઓએ સરદાર પટેલની જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતાના શપથ લીધાં

5

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ભાવનગર જિલ્લાની કચેરીના જિલ્લા માહિતી નિયામક જે.ડી. વસૈયા અને સિનિ. સબ એડિટરશ્રી સુનિલ પટેલ સહિતના કર્મચારીઓ આજે કચેરી ખાતે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાં માટે સ્વયંને સમર્પિત કરવાં માટે “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લીધાં હતાં. રાષ્ટ્રીય એકતા દિવસે કર્મયોગીઓએ જે શપથ ગ્રહણ કર્યા છે, તે અક્ષરશઃ આ મુજબ છે. ’હું સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડતા, અને સુરક્ષા જાળવી રાખવાં માટે સ્વયંને સમર્પિત કરીશ, અને મારા દેશવાસીઓમાં પણ આ સંદેશ ફેલાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યો થકી સંભવ બની છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાં માટે મારું પોતાનું યોગદાન આપવાં માટે પણ સત્યનિષ્ઠા સાથે શપથ લઉં છું.