રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ ૫-૧૦ વર્ષ લાંબો હોઇ શકે છે !

6

મુંબઈ, તા.૩૧
રાહુલ દ્રવિડ લાંબા સમયથી ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ખેલાડીઓ સાથે કામ કરી રહ્યો છે. તેની પાસે યુવા ક્રિકેટરોને અલગ સ્થાન પર લઈ જવાની કળા છે. આકાશ ચોપરાએ કહ્યું કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડી આગામી કેટલાક વર્ષો સુધી વિશ્વ ક્રિકેટ પર રાજ કરી શકે છે. આકાશ ચોપરાએ કહ્યું, ‘આપણે આર અને આરની જોડી જોઈશું. રાહુલ દ્રવિડ અને રોહિત શર્માની જોડી ODI અને ્‌૨૦ ક્રિકેટમાં જોવા મળશે. દ્રવિડ અને વિરાટ કોહલી ટેસ્ટમાં સાથે રહેશે, તે ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યું છે. દ્રવિડ મુખ્ય કોચ બનવા માટે તૈયાર છે.ટી-૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ બાદ ભારતીય ટીમ ને નવા હેડ કોચ મળવા જઈ રહ્યા છે. વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને તેમના સ્થાને રાહુલ દ્રવિડ કાર્યભાર સંભાળી શકે છે. રાહુલ દ્રવિડે પણ મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે અને માનવામાં આવે છે કે તે ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. ટીમ ઈન્ડિયાને દ્રવિડના અપાર અનુભવનો ફાયદો થશે, એટલું જ નહીં, તે ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શન નિકાળવામાં માહેર છે. તે છેલ્લા ઘણા સમયથી નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં આ જ કામ કરી રહ્યો છે. દરમિયાન, દ્રવિડ મુખ્ય કોચ બનતા પહેલા જ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા એ મોટો દાવો કર્યો છે. આકાશ ચોપરાનું માનવું છે કે રાહુલ દ્રવિડ એક મોટી યોજના સાથે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે અને તે આગામી ૫ થી ૧૦ વર્ષ સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલો રહી શકે છે. આકાશ ચોપરાએ એક રીપોર્ટમાં રાહુલ દ્રવિડની પ્રશંસા કરતા કહ્યું કે, જો તેણે મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે તો હવે અન્ય કોઈ દાવેદાર આગળ નહીં આવે. આકાશ ચોપરાએ કહ્યું, ‘રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયામાં એક પ્રક્રિયા લાવશે. ભારતીય ટીમ પણ એટલી જ સફળ છે. તેણે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવ્યું છે. તમારી પાસે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડને હરાવવાનો નશો છે. તમે વિશ્વ ચેમ્પિયન બની શકો છો. ટીમ ઈન્ડિયા પાંચ વર્ષ સુધી નંબર ૧ ટીમ હતી. મને લાગે છે કે રાહુલ દ્રવિડ આગામી પાંચ વર્ષ માટે બ્લૂ પ્રિન્ટ સાથે બહાર આવશે. તેઓ નાના લક્ષ્ય સાથે ટીમમાં સામેલ નથી થઈ રહ્યા, તેઓ ૫ થી ૧૦ વર્ષની બ્લુ પ્રિન્ટ સાથે આવી શકે છે.