ઉત્તરાખંડના દેહરાદૂનમાં માર્ગ અકસ્માત : ચાર લોકો ઘાયલ થયા છે જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે તેમજ મૃતકોની સંખ્યા વધે તેવી શક્યતા
દેહરાદૂન,તા.૩૧
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં આજે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. દેહરાદૂન નજીક વિકાસનગરમાં બસ ખીણમાં ખાબકી છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત નીપજ્યા છે. તેમજ ૪ લોકો ઘાયલ થયા છે. જેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે. સ્થાનિક લોકો તેમના સ્તરેથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. મળતી માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા યુટિલિટી વ્હીકલમાં ૨૫ લોકો સવાર હતા. પ્રશાસન, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. આ અકસ્માત બાયલા-બુરૈલા લિંક મોટર રોડ પર થયો હતો. આ અકસ્માત દેહરાદૂન જિલ્લાના ચકરાતા તાલુકામાં બુલહાદ-બૈલા રોડ પર થયો હતો. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેમાંથી ચારની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા તમામ લોકો એક જ ગામના છે. એસડીએમ ચકરાતા પોલીસ અને એસડીઆરએફ ઘટનાસ્થળે પહોંચવાના છે. આસપાસના ગ્રામજનો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતન બાબતે નજીકના ગામમાં સમાચાર મળતા જ ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બસમાંથી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે અકસ્માત સ્થળ છેવાડાનો વિસ્તાર હોવાથી રાહત અને બચાવ કાર્યમાં સમય લાગી રહ્યો છે. પોલીસે જણાવ્યુ હતું કે, બસ ઓવરલોડ હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોય શકે. મીની બસમાં ૨૫ લોકો સવાર હતા. કહેવામા આવી રહ્યું છે કે, જે રૂટ પરથી બસ જઇ રહી હતી, તે રૂટ પર વધુ બસ ન હોવાને કારણે એક જ બસમાં ૨૫ જેટલા લોકો સવાર થઈ રહ્યા હતા. હાલમાં નજીકના ગામના લોકો દ્વારા રેસ્ક્યૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.



















