રત્નકલાકારે આર્થિક ભીંસથી કંટાળીને આત્મહત્યા કરી

109

વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનું પરિવારના સભ્યની કેફિયત
મૂળ ભાવનગરના વતની અને હાલ સુરતના રાંદેરમાં રહેતા એક રત્ન કલાકારે આર્થિક ભીંસ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ધટના અંગે જગદીશભાઈ (મૃતકના ભાઈ) એ જણાવ્યું હતું કે, લગ્ન બાદ પ્રકાશ મનજીભાઈ દાહડિયા પરિવાર સાથે અલગ રહેતા હતાં. હીરાની પેઢીમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પ્રકાશભાઈને બે બાળક છે. સોમવારે નોકરી પર વેકેશન પડતા બપોરે ઘરે આવ્યા બાદ દીકરીને સંબંધીને ત્યાં છોડી પુત્રને ઘર બહાર રમવા મોકલી આપ્યો હતો. સાંજે કામ પરથી પરત આવેલી પત્નીએ દરવાજો ખખટાવ્યા બાદ પણ ન ખોલતા પાછળથી ઘરમાં ઘુસી દરવાજો ખોલતા પ્રકાશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ભાવનગરના વતની પ્રકાશભાઈની માથે દેવું હતું અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોય અને બીજી બાજુ આ વર્ષે બોનસ પણ નહીં મળતા આર્થિક ભીંસમાં આવી ગયા હોવાથી આપઘાતનો રસ્તો અપનાવ્યો હોય એમ મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું. રાંદેર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Previous articleપી.એમ.સ્કૂલ ખાતે ત્રી દિવસીય પ્રવૃત્તિઓમાં મેયરની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ યોજાયો
Next articleમહિલાઓ સંચાલિત ‘‘નેકી ફાઉન્ડેશન’’ના સૌજન્યથી ગ્રીનસીટીનું આજ સુધીનું સૌથી મોટુ વૃક્ષારોપણ