પી.એમ.સ્કૂલ ખાતે ત્રી દિવસીય પ્રવૃત્તિઓમાં મેયરની ઉપસ્થિતીમાં સમાપન સમારોહ યોજાયો

13

પી.એમ.સ્કૂલ, ઘોઘાસર્કલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજણીના ભાગ રૂપે યોજાયેલ ત્રી દિવસીય પ્રવૃત્તિઓનો સમાપન સમારોહ આજ રોજ યોજાયો હતો. આ પ્રવૃત્તિઓ માં તા.૨૭/૧૦ને ગુરુવારે ચિત્ર સ્પર્ધામાં શાળામાં જ અભ્યાસ કરી ચૂકેલા ડો. કીનલ જોષી નિર્ણાયક સ્થાને રહ્યા હતા. તારીખ ૨૮/૧૦ ને શુક્રવારે યોજાયેલી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જનકભાઈ રાઠોડ તથા જાણીતા ચિત્રકાર અંજલીબેન મહેતા, રેખાબેન વેગડ તથા ભાષા તજજ્ઞ ગૌરાંગભાઈ પટ્ટણી નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. તારીખ ૩૦/૧૦ ને શનિવારના રોજ યોજાયેલ સ્ટોરી ટેલિંગ સ્પર્ધા તથા વિજ્ઞાન પ્રદર્શનમાં ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, શેઠ બ્રધર્સના ડાયરેક્ટર અને ચેમ્બર ઓફ કોમર્સ ભાવનગર ના ઉપપ્રમુખ તેજસભાઈ શેઠ, પલ્સ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ભાવનગરના એમ.ડી ફિઝિશિયન ડોક્ટર ધવલ બારૈયા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મહેમાનોના હસ્તે દરેક સ્પર્ધાના વિજેતાઓને સર્ટીફીકેટ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું. હતું આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જાનકીબેન મોદી, મંત્રી જયભાઈ મોદી માર્ગદર્શક સંજીવભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય ધવલભાઈ દવે માર્ગદર્શન નીચે આ સમગ્ર કાર્યક્રમને દિપાવવા શાળાના તમામ શિક્ષક કર્મચારી ભાઈઓ બહેનો તથા વહીવટી કર્મચારી ભાઈઓ બહેનો,સેવક ભાઈઓ – બહેનોએ ભારે જહેમત ઊઠાવી હતી.