ઈયોન મોર્ગન સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બન્યો છે

6

મુંબઈ ,તા.૨
મહેન્દ્ર સિંહ ધોની અને અસગર અફઘાન પોતપોતાની ટીમોને ૪૨ ્‌૨૦ મેચોમાં જીત અપાવી છે. ધોનીએ ૭૨ મેચમાં ૪૨ જીત હાંસલ કરી હતી જ્યારે અસગર અફઘાને ૫૨ મેચમાં ૪૨ જીત મેળવી હતી. બંને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે, તેથી તેઓ મોર્ગન સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી. આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સહરફરાઝ અહેમદ ચોથા નંબર પર છે. તેની કેપ્ટન્સીમાં પાકિસ્તાને ૩૭ મેચ રમી છે, આ ૩૭ ટી૨૦ મેચોમાંથી પાકિસ્તાને ૨૯ મેચ જીતી છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની બરાબરી પર છે જેણે ૪૭ મેચ રમી છે અને ૨૯ જીતી છે. હવે બુધવારે ભારતીય ટીમ તેની ત્રીજી લીગ મેચ રમનારી છે. ભારતીય ટીમની હાલત પ્રથમ બે મેચમાં જ ખરાબ થઇ ચૂકી છે. ભારતીય ટીમનુ સેમિફાઇનલમાં પહોંચવુ મુશ્કેલ બની ચુક્યુ છે.્‌૨૦ વર્લ્‌ડ કપ માં ઈંગ્લેન્ડની ટીમનું શાનદાર પ્રદર્શન સોમવારે પણ ચાલુ રહ્યું, જ્યાં તેણે સતત ચોથી મેચ જીતી. ઇંગ્લેન્ડે તેની ચોથી મેચમાં શ્રીલંકાને ૨૬ રને હરાવ્યું હતું. આ સાથે ઈંગ્લેન્ડનું સેમિફાઈનલમાં જવાનું પણ નક્કી થઈ ગયું હતું. શ્રીલંકા સામેની આ જીતનો હીરો જોસ બટલર હતો, જેણે સદી ફટકારી હતી. તેના સિવાય કેપ્ટન ઈયોન મોર્ગને પણ મહત્વપૂર્ણ ૪૦ રન બનાવ્યા હતા. આ જીત મોર્ગન માટે વધુ ખાસ બની ગઈ કારણ કે આ જીતથી તે ્‌૨૦ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન બની ગયો. મોર્ગનની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડે અત્યાર સુધીમાં ૬૮ મેચ રમી છે. આ ૬૮ મેચોમાંથી ઈંગ્લેન્ડે ૪૩માં જીત મેળવી છે. મોર્ગન સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન બન્યો છે. સોમવારની મેચ પહેલા તે અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાન અને ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ની બરાબરી પર હતો.