સારા અને જ્હાન્વી કપૂરે કેદારનાથમાં દર્શન કર્યા

6

મુંબઈ,તા.૨
નવોદિત અભિનેત્રીઓ સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બોલિવુડની નવી મ્હ્લહ્લ છે. એકસાથે જિમ, યોગમાં જવા ઉપરાંત બંને સાથે ફરવા જતી પણ જોવા મળે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ તેમનું બોન્ડ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયા પર સારા અને જ્હાન્વીની આવી જ એક ટ્રીપની તસવીરો વાયરલ થઈ રહી છે. સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરે કેદારનાથના દર્શન કર્યા હતા. વાયરલ થયેલી તસવીરમાં જ્હાન્વી અને સારા કેદારનાથ મંદિરની બહાર પોઝ આપતા જોવા મળે છે. સારા અને જ્હાન્વી કપૂરના ફેન ક્લબ પર બંનેની મંદિરમાં પૂજા કરતી તસવીરો પણ શેર કરવામાં આવી છે. ફેન્સે સારા અને જ્હાન્વીને સંસ્કારી ગણાવતાં લખ્યું, આને કહેવાય સંસ્કાર. તમે બંને ખૂબ સારું કામ કરી રહ્યા છો જ્હાન્વી અને સારા. ભગવાનના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. તેઓ કેદારનાથ ધામમાં છે. આ ટ્રીપ દરમિયાન જ્હાન્વી અને સારાને કેટલાક ફેન્સ પણ મળી ગયા હતા ત્યારે તેમણે તેમની સાથે ફોટો પડાવ્યા હતા. કેદારનાથમાં હાલ શિયાળો જામી ગયો છે ત્યારે સારા અને જ્હાન્વી ઓવરકોટ અને જેકેટ પહેરીને ભોળાનાથના દર્શન કરતાં જોવા મળે છે. સારા અને જ્હાન્વીની આ તસવીરો ટ્રાવેલ ગોલ્સની સાથે બેસ્ટ ફ્રેન્ડના ગોલ્સ પણ આપી રહી છે. આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. થોડા દિવસ પહેલા જ સારા અને જ્હાન્વી કપૂર રણવીર સિંહના શો ધ બિગ પિક્ચર’માં પહોંચ્યા હતા. જેમાં તેમણે પોતાની મિત્રતા વિશે વાત કરી હતી. રણવીરે તેમને પૂછ્યું કે તેઓ મિત્રો કેવી રીતે બન્યા. ત્યારે પહેલા તો બંનેએ કહ્યું કે, તેમના કોમન ફ્રેન્ડ્‌સ છે. પછી વધુ વિગતો આપતાં જ્હાન્વીએ ઉમેર્યું, હું સારાને પહેલીવાર એક એવોર્ડ ફંક્શનમાં મળી હતી. મને મમ્મા (સ્વ. શ્રીદેવી) સાથે ટેગ કરવામાં આવી હતી અને અમે એ વખતે નાના હતા. મને યાદ છે સારા અમૃતા આંટી (અમૃતા સિંહ) સાથે બેઠી હતી. કદાચ તેણે એ વખતે સાડી કે ડ્રેસ પહેર્યો હતો. તેણે જે અદા અને શિષ્ટાચારથી એના વાળ હાથથી પાછળ કર્યા ત્યારે જ મને તેની મિત્ર બનવાની ઈચ્છા થઈ હતી.