કેરળના રાજ્યપાલ આરીફ મહમ્મદ ખાન આવતીકાલે સુપ્રસિદ્ધ તીર્થ કુંડળધામની મુલાકાતે આવશે

12

કુંડળધામ દ્વારા ચાલતી સ્વામિનારાયણ સત્સંગ શિબિર-30મીની રાત્રી સભામાં હાજરી આપશે
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થ સ્વામિનારાયણ મંદિર, કુંડળધામ દ્વારા હાલમાં ચાલી રહેલી 30મી સ્વામિનારાયણ સત્સંગ શિબિરમાં આગામી તા. 4 નવેમ્બર 2021ના રોજ કેરળ રાજ્યના રાજ્યપાલ મહામહિમ આરીફ મહમ્મદખાન કુંડળધામ ખાતે આવી રહ્યા છે. કેરળના રાજ્યપાલ આરીફ મહમ્મદ ખાન કુંડળધામના પ્રણેતા જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા થતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવજીવનના ઘડતર માટે થતી સત્સંગ એવં સંસ્કારની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ કુંડળધામના દર્શનાર્થે તથા જ્ઞાનજીવનદાસજી સ્વામીના દર્શન-આશીર્વાદાર્થે તા. 4 નવેમ્બર ગુરુવારના રોજ કુંડળધામ ખાતે આવી રહ્યા છે.

કુંડળધામ ખાતે તેઓ તારીખ 4 નવેમ્બરે સાંજે 6 કલાકે આવી પહોંચશે. પ્રથમ તેઓ સ્વામિનારાયણ મંદિમાં સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરશે. ત્યારબાદ કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કરી ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લેશે. ત્યારબાદ પૂજ્ય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામીનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરશે.

તેમજ રાત્રી સભામાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને રાત્રી રોકાણબાદ તા.5 નવેમ્બરના રોજ સવારે 7:30 કલાકે કુંડળધામથી વિદાય લેશે. આ પ્રસંગે કેરળ રાજ્યના રાજ્યપાલ મહામહિમ આરીફ મહમ્મદખાન એવં જ્ઞાનજીવનદાસજી સ્વામીના હસ્તે સામાજીક સંસ્થાઓ તથા સમાજના વિશિષ્ટ લોકોને સન્માનિત કરવામાં અવશે.