તળાજા તાલુકાના મિઠીવિરડી ગામે ચરાણની જગ્યામાં થતી ખનીજચોરી અટકાવવા માંગ

9

ખનીજચોરો દ્વારા બેફામ રીતે જમીન ખોદી કિંમતી ખનીજો કાઢી પર્યાવરણને પારાવાર નુકશાન પહોંચાડી રહ્યાં છે
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મિઠીવિરડી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા ખાણ-ખનીજ વિભાગનાં અધિકારીને આવેદનપત્ર પાઠવી મિઠીવિરડી ગામે ગેરકાયદે ચાલતા ખનીજ ચોરીના ચારણા બંધ કરાવવા માંગ કરી છે. ભાવનગર જિલ્લાના મોટા ભાગના તાલુકામાં આવેલ નાનાં મોટાં ગામડાઓમાં વત્તાઓછા પ્રમાણમાં સરકારી ખરાબાની પડતર જમીનો તથા ગૌચરાણની જમીનોમાં બેરોકટોક ખોદકામ કરી કિંમતી ખનિજો નું બારોબાર વેચાણ કરી સરકારી તિજોરીને આર્થિક નુકશાન તથા પર્યાવરણ ને અકલ્પનિય હાનિ ખનીજચોરો પહોંચાડી રહ્યાં છતા સરકાર-તંત્ર આ મુદ્દે મૌન સેવી રહ્યાં છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મિઠીવિરડી ગામે છેલ્લા ઘણા વર્ષોથી ખનીજચોરો સરકારી ચરાણ-ખરાબાની પડતર જમીનોને પોતાની જાગીર ગણી રાત-દિવસ ખોદકામ કરી જમીન માથી માટી મોરમ ભૂતડો પથ્થર સહિતની ખનીજો કાઢી બારોબાર વેચાણ કરી સરકારી તિજોરીને આર્થિક નુકશાન સાથે પ્રાકૃતિક પર્યાવાસને ભયંકર નુકશાન પહોંચાડી રહ્યાં છે આ ગામે સતત ખનન ને પગલે વૃક્ષો કપાયા છે ભૂગર્ભ જળસ્તર ઊંડા સાથે ક્ષાર યુક્ત બન્યાં છે કુવા બોર બુરાઈ રહ્યાં છે એ સહિત અનેક પ્રકારે હાનિ પર્યાવરણને પહોંચી રહી છે આથી મિઠીવિરડી ગ્રામ પંચાયત દ્વારા ગામની સીમમાં ચાલતા ગેરકાયદે ખનન કાર્યો બંધ કરાવી ખનીજચોરોને નમૂનેદાર સજા કરવાની માંગ સાથે ભાવનગર જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે અને તત્કાળ પગલાં લેવા માંગ કરી છે.