કુડાના દરિયામાં ડૂબેલ યુવાનની ર૪ કલાક બાદ લાશ મળી આવી

925
bvn7518-3.jpg

શહેરના આખલોલ જકાતનાકા પાસે રહેતો યુવાન ગઈકાલે તેના મિત્રો સાથે કુડા દરિયે ફરવા ગયા હતા ત્યાં દરિયામાં ન્હાવા પડેલ યુવાન પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ તથા વહિવટી તંત્ર દ્વારા શોધખોળની કામગીરી હાથ ધરાઈ હતી બનાવને ર૪ કલાક વિતી ગયા બાદ મોડી સાંજે યુવાનની લાશ મળી આવી હતી. લાશને પીએમ અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયેલ.
બનાવની મળતી વિગતો મુજબ, શહેરના આખલોલ જકાતનાકા ઈન્દીરાનગર ખાતે રહેતા વાહીદભાઈ નામનો યુવાન ગઈકાલે તેમના મિત્રો સાથે કુડા દરિયે ફરવા ગયા હતા ત્યાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા પડેલ વાહિદભાઈ પાણીમાં ગરકાવ થઈ જતા સાગર તટરક્ષક દળ અને ભાવનગર મરીન પોલીસ બનાવ સ્થળે દોડી જઈ ગરકાવ  થયેલ યુવાનની શોધખોળ શરૂ કરી હતી. બનાવની જાણ થતા ઘોઘા મામલતદાર જે.કે. ખસીયા, કુડા સરપંચ, તલાટી મંત્રી સહિતના દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. બનાવના ૨૪ કલાક બાદ દરિયામાં ગરકાવ થયેલ વાહીદભાઈની લાશ ધાવડી માતાના મંદિર સામેના તટ પરથી મળી આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી જરૂરી કેસ કાગળો કરી પેનલ પીએમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયેલ.

Previous article શહેરના વિવિધ વિસ્તારોમાં શિક્ષણ મંત્રીના હસ્તે વિકાસ કાર્યોના ખાતમુર્હુત તથા લોકાર્પણ યોજાયા
Next article મુળધરાઈ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ૯ શકુની ઝડપાયા